Home /News /sport /

શ્રીલંકાના પ્રવાસ માટે શ્રેયસ ઐયર બની શકે છે ભારતીય ટીમનો કેપ્ટન, સર્જરી બાદ શરૂ કર્યું વર્કઆઉટ

શ્રીલંકાના પ્રવાસ માટે શ્રેયસ ઐયર બની શકે છે ભારતીય ટીમનો કેપ્ટન, સર્જરી બાદ શરૂ કર્યું વર્કઆઉટ

    નવી દિલ્લી: ભારતીય ટીમ માટે ખુશીના સમાચાર છે. વન-ડે અને ટી-20 ક્રિકેટમાં ભારતમાં સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન શ્રેયસ ઐયરે ખભાની સર્જરી બાદ સામાન્ય વર્કઆઉટ શરૂ કર્યો છે. ભારતને જુલાઈ મહિનામાં ત્રણ ટી-20 મેચોની સીરીઝ માટે શ્રીલંકાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના મહત્વના ખેલાડીઓ તે સમયે ઈંગ્લેન્ડના પ્રવાસ પર હોવાથી શ્રેયસ ઐયર જો સંપૂર્ણ ફીટ રહે છે તો શ્રીલંકાના પ્રવાસ દરમિયાન તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ઐયર આઇપીએલમાં દિલ્લી કેપ્ટન અને ઘરેલુમાં ક્રિકેટમાં મુંબઇની કેપ્ટન બની છે. ઐયરની કેપ્ટનીમાં દિલ્લી કેપિટલ્સમાં આઇપીએલ 2020ની ફાઇનલ મેચ રમી હતી.

    ઇંગ્લેન્ડની શ્રેણી દરમિયાન શ્રેયસ ઐયરને ઈજા પહોંચી હતી અને આ કારણે તેને આઈપીએલમાંથી પણ બહાર કરી દેવાયો હતો. ઐયરે 8 એપ્રિલના દિવસે ખભાની સર્જરી કરાવી હતી. એક દિવસ પહેલા ઐયરે એક વીડિયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોતાનું ફિટનેસ કરતો વીડિયો શેર કર્યો હતો. તેણે ઘરે જ વર્કઆઉટ્સ શરૂ કરી દીધું છે. ઐયરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો અને લખ્યું, 'કામ ચાલુ છે, અહીં જોતા રહેજો.










    View this post on Instagram






    A post shared by Shreyas Iyer (@shreyas41)






    ઐયરે વનડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બેટ્સમેને 22 મેચમાં 42થી વધુની સરેરાશથી 813 રન બનાવ્યા છે. તે જ સમયે, ઐયરે ટી -20માં 29 મેચોમાં 550 રન બનાવ્યા છે. જો ઐય્યર સંપૂર્ણ રીતે ફીટ છે, તો તેને શિખર ધવન અથવા હાર્દિક પંડ્યાની જગ્યાએ કેપ્ટનશીપમાં પસંદગી મળશે. જોકે, અત્યારે ઐયરને શ્રીલંકા પ્રવાસ પર જવું થોડું મુશ્કેલી લાગી રહ્યું છે.

    શ્રીલંકાના પ્રવાસ માટે આ ખેલાડીઓની છે દાવેદારી

    પૃથ્વી શો, શિખર ધવન, દેવદત પદિકલ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, સંજુ સેમસન, મનીષ પાંડે, ઋતુરાજ ગાયકવાડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ તેવાતીયા, શિવમ દુબે, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, હર્ષલ પટેલ , ખલીલ અહેમદ, જયદેવ ઉનાડકટ, ચેતન સાકરીયા, વરૂણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને રાહુલ ચહર.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: India vs Sri Lanka, Shreyas iyer, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन