Home /News /sport /

કાબુલમાં ચાલું T20 મેચમાં થયો બ્લાસ્ટ, જુઓ અફરાતફરીનો Live Video

કાબુલમાં ચાલું T20 મેચમાં થયો બ્લાસ્ટ, જુઓ અફરાતફરીનો Live Video

મેચ દરમિયાન કાબુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આત્મઘાતી વિસ્ફોટ (explosion in kabul cricket stadium) થયો (Abdulhaq OmerI Twitter)

Shpageeza Premier League - કાબુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આત્મઘાતી વિસ્ફોટ, અફઘાનિસ્તાન માટે વર્લ્ડ કપ રમી રહેલા ઘણા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા હતા

કાબુલ : અફઘાનિસ્તાન (Afghanistan)માં ભલે તાલિબાનના શાસન (Taliban Government) પછી ક્રિકેટ પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ ખેલાડીઓ કેટલા સુરક્ષિત છે, તેનો અંદાજ એક ઘટના પરથી લગાવી શકાય છે. અફઘાનિસ્તાનની શપાગીઝા ટી-20 ક્રિકેટ લીગ (shpageeza T20 premier league)ની મેચ દરમિયાન કાબુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આત્મઘાતી વિસ્ફોટ (explosion in kabul cricket stadium) થયો હતો. જેમાં ચાર દર્શકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મેચ પમીર ઝાલ્મી અને ક્લોઝ્ડ-એ-રિચ ડ્રેગન્સ ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાન માટે વર્લ્ડ કપ રમી રહેલા ઘણા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા હતા. સદ્ભાગ્યે તેમાંથી કોઈને પણ ઈજા પહોંચી ન હતી.

લાઈવ મેચ દરમિયાન થયેલા બ્લાસ્ટ બાદ સ્ટેડિયમમાં થોડા સમય માટે હંગામો થયો હતો. બંને ટીમોના ખેલાડીઓને બંકરની અંદર લઈ જવામાં આવ્યા હતા. આ હુમલો થયો ત્યારે સ્ટેડિયમમાં યુએનના અધિકારીઓ પણ હાજર હતા. મેચને 1 કલાક માટે રોકવી પડી હતી. જોકે પોલીસ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ મેચ ફરી શરૂ થઈ હતી અને ક્લોઝ-એ-રિચ ડ્રેગન્સની ટીમે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે બદલાયેલા 10 ઓવરમાં 94 રનના ટાર્ગેટ માટે 17 બોલ બાકી હતા ત્યારે એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ પહેલા પમીર ઝલ્મી ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા.

વિસ્ફોટના એક કલાક બાદ શરૂ થઈ મેચ

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ નસીબ ખાને ESPN ક્રીકઇન્ફોને જણાવ્યું હતું કે, "વિસ્ફોટ બાદ તરત જ કાબુલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્ટેન્ડમાં જે સ્થળે વિસ્ફોટ થયો હતો, તે જગ્યા ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી હતી.



આ પણ વાંચો - ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ધોની જોવા મળ્યો અસહજ, વાતો સાંભળી હસી પડશો

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી પણ હતા હાજર

શપાગીઝા ટી20 ક્રિકેટ લીગની આ મેચમાં અફઘાનિસ્તાનના ઘણા મોટા ખેલાડીઓ રમી રહ્યા હતા. આમાં વર્લ્ડ કપનો હીરો શાપુર ઝદરાન પમીર ઝાલ્મી ટીમની કેપ્ટન્સી કરી રહ્યો હતો. તેમના સિવાય 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ટીમના રિઝર્વમાં સામેલ દૌલત ઝદરાને અને આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમની સાથે રહેલા મોહમ્મદુલ્લાહ નજીબુલ્લાહે પણ આ મેચમાં ભાગ લીધો હતો.

આફતાબ આલમ આ મેચ જીતનારી ક્લોઝ-એ-સમૃદ્ધ ડ્રેગન્સ ટીમનો કેપ્ટન હતો. જે 2019ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી રમ્યો હતો અને તે પછી તને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની ટીમનો ઓલરાઉન્ડર કરીમ જનાત જૂનમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી અફઘાનિસ્તાનની ટીમમાં સામેલ હતો. આ ઉપરાંત લાહોર કલંદર્સનો બેટ્સમેન કામરાન ગુલામ પણ આ મેચમાં રમી રહ્યો હતો.

શું છે શપાગીઝા પ્રીમીયર લીગ?

શપાગીઝા પ્રીમિયર લીગ અફઘાનિસ્તાનની આઇપીએલ જેવી સૌથી મોટી ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ છે, જે કાબુલમાં રમાઇ હતી. તેની શરૂઆત 2013માં કરાઈ હતી. જે મેચમાં આત્મઘાતી વિસ્ફોટ થયો તે આ સિઝનની 22મી મેચ હતી. અત્યારે લીગ સ્ટેજમાં 6 મેચ બાકી છે. તે પછી 3 પ્લેઓફ અને ફાઇનલ છે.
First published:

Tags: Afghanistan News, Taliban news, ક્રિકેટ ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन