Home /News /sport /રિયલ મેડ્રિડ છોડી આ ક્લબ તરફથી રમતો જોવા મળી શકે છે રોનાલ્ડો, 8 અબજની છે ઓફર

રિયલ મેડ્રિડ છોડી આ ક્લબ તરફથી રમતો જોવા મળી શકે છે રોનાલ્ડો, 8 અબજની છે ઓફર

    સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો હવે પોતાની ક્લબ છોડીને ઇટાલીની ક્લબ જુવેન્ટ્સ તરફથી રમી શકે છે. રિયલ મેડ્રિડ રોનાલ્ડોને લઈને જુવેન્ટ્સ તરફથી મળેલી 100 કરોડ યુરોની (લગભગ 8 અબજ રૂપિયા) ઓફર પર વિચાર કરી રહ્યું છે. રોનાલ્ડોએ પોતાની ક્લબ તરફથી સૌથી વધારે 451 ગોલ કર્યા છે. આ સિવાય મે મહિનામાં મેડ્રિડ સાથે પાંચમી વખત ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું હતું.

    પાંચ વખતનો બેલોન ડી ઓર એવોર્ડ વિજેતા રોનાલ્ડો જો 100 કરોડ યુરો (લગભગ 8 અબજ રૂપિયા)માં જુવેન્ટ્સ સાથે કરાર કરશે તો તે જુવેન્ટ્સ માટે સૌથી મોંઘો કરાર બનશે. ક્લબે આ પહેલા આર્જેન્ટિનાના ફોરવર્ડ ગોંજાલો હિગ્યુઈન સાથે 2016માં 90 કરોડ યુરોનો કરાર કર્યો હતો. જોકે જુવેન્ટ્સ અને રિયલ મેડ્રિડ તરફથી આ કરાર પર કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી.

    આ રિયલ મેડ્રિડ દ્વારા માન્ચેસ્ટર યુનાઇટેડને આપવામાં આવેલી રકમથી વધારે છે. રિયલ મેડ્રિડે 2009માં 80 કરોડ યુરોમાં રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઇટેડ પાસેથી ખરીદ્યો હતો. મીડિયામાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે રોનાલ્ડો પોતાની ક્લબ સાથે ખુશ નથી. આ પહેલા રોનાલ્ડો ઘણી વખત જાહેર કરી ચૂક્યો છે કે તે ક્લબને છોડવા માંગે છે. ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બન્યા પછી રોનાલ્ડોએ કહ્યું હતું કે રિયલ મેડ્રિડ તરફથી રમવું તેના માટે શાનદાર રહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cristiano ronaldo

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन