Home /News /sport /

ISSF World Cup 2019: વર્લ્ડ રેકોર્ડ સાથે અપૂર્વી ચંદેલાએ જીત્યો ગોલ્ડ મેડલ

ISSF World Cup 2019: વર્લ્ડ રેકોર્ડ સાથે અપૂર્વી ચંદેલાએ જીત્યો ગોલ્ડ મેડલ

ISSF World Cup 2019: વર્લ્ડ રેકોર્ડ સાથે અપૂર્વી ચંદેલાએ જીત્યો ગોલ્ડ મેડલ

દિલ્હીમાં ચાલી રહેલી શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

    ભારતની સ્ટાર શૂટર અપૂર્વી ચંદેલાએ શનિવારે વર્લ્ડ રેકોર્ડ સાથે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. દિલ્હીમાં ચાલી રહેલી શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અપૂર્વીએ ફાઇનલમાં 252.9 પોઇન્ટ મેળવ્યા હતા, જે વર્લ્ડ રેકોર્ડ છે.

    આ સાથે જ તે આ ઇવેન્ટમાં અંજલિ ભાગવત પછી ગોલ્ડ જીતનાર બીજી ભારતીય શૂટર બની ગઈ છે. ચંદેલાએ ગત વર્ષે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2020માં યોજાનાર ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી હતી.

    આ પણ વાંચો - ISSF World Cup 2019: વર્લ્ડ રેકોર્ડ સાથે અપૂર્વી ચંદેલાએ જીત્યો ગોલ્ડ મેડલ

    આ પહેલા તે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ચોથા નંબરે રહી હતી.ક્વોલિફિકેશનમાં તેણે 629.3 પોઇન્ટ મેળવ્યા હતા. પ્રથમ ત્રણ સ્થાનો ઉપર સિંગાપુરની હો જી, ચીનની જૂ યિગજી અને જાઓ રુઝુ રહી હતી. રુઝુએ ક્વોલિફિકેશનનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઇવેન્ટમાં અંજમ 12માં અને એલવેનિલ 30માં સ્થાને રહી હતી. અપૂર્વીનો આ ત્રીજો વર્લ્ડ કપ મેડલ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Apurvi Chandela, Apurvi Chandela World Record, Shooting World Cup, Women's 10m Air Rifle Gold, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन