ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇન્ડિયન એરફોર્સે(IAF) દિલ્હીમાં આયોજીત ISSF વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ પોતાના શૂટર્સને પાછા બોલાવી લીધા છે. રાઇફલ શૂટર્સ રવિ કુમાર અને દીપક કુમારને બુધવાર બપોર સુધીમાં રિપોર્ટ કરવા કહ્યું છે.
29 વર્ષના શૂટર રવિ કુમારે કહ્યું હતું કે મને જાણકારી મળી છે કે મારા બોસે મને પાછો બોલાવ્યો છે. તે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે મને નિર્દેશિત કરશે. IAFના મારા બધા સાથી પહેલા ડ્યૂટી ઉપર છે. હું અને દિપક જ બહાર છીએ. એરફોર્સ એલર્ટ ઉપર છે. હાલ નિર્દેશ એટલો છે કે પાછા બોલાવ્યા છે. પ્રોટોકોલ પ્રમાણે આવી સ્થિતિમાં જ્યારે અમે ડ્યૂટી ઉપર નથી હોતા ત્યારે પણ ફોલો કરવાના હોય છે.
રવિ અને દિપક ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રાઉન્ડ સ્ટાફ છે. રવિએ કહ્યું હતું કે હું અને દીપક ગ્રાઉન્ડ સ્ટાફના સભ્ય છીએ. હું પાયલટ નથી પણ જરુર પડી તો હું પણ વોર ફ્રન્ટ ઉપર જઈશ. શૂટિંગ બીજા નંબરે છે. દેશને જ્યારે અમારી જરુર હોય છે, અમે જઈશું.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન શૂટર્સે 10 મીટર એર રાઇફલની પુરુષ અને ડબલ્સ વર્ગમાં ભાગ લીધો હતો. જોકે ફાઇનલમાં પહોંચવામાં અસફળ રહ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર