સોમવારે સવારે વેઇટલિફ્ટિંગમાં મળેલા ગોલ્ડ બાદ ભારતને બે મોટી ખુશી મળી છે. 10 મીટર એર પિસ્ટલમાં ભારતના જીતૂ રાયે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે આ જ સ્પર્ધામાં ઓમપ્રકાશ મિથરવલે બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
આ પહેલા ભારતનું વેઇટ લિફ્ટિંગમાં સારું પ્રદર્શન રહ્યું હતું. આજે પ્રદીપ સિંહે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે આ જ સ્પર્ધામાં વારાણસીની પૂનમ અને મીરાબાઈ ચાનૂ ભારત તરફથી ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. પૂનમે મહિલાઓના વેઇટલિફ્ટિંગની 69 કિલોગ્રામ શ્રેણીમાં ભારતને પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતને સૌપ્રથમ ગોલ્ડ મણિપુરની મીરાબાઈ ચાનૂએ અપાવ્યો હતો. 48 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં તેણે અત્યાર સુધી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
જ્યારે પુરુષોમાં ભારતના સતીશ કુમાર શિવલિંગમને વેઇટલિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સતીશે આ સફળતા 77 કિલોગ્રામ વર્ગમાં મેળવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર