Home /News /sport /

પિતા બન્યા પછી મલિકે સાનિયા મિર્ઝાની વાત ના માની, પુત્ર માટે આપ્યું બલિદાન

પિતા બન્યા પછી મલિકે સાનિયા મિર્ઝાની વાત ના માની, પુત્ર માટે આપ્યું બલિદાન

પિતા બન્યા પછી મલિકે સાનિયા મિર્ઝાની વાત ના માની

પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શોએબ મલિક 21 નવેમ્બરે શારજાહમાં શરુ થઈ રહેલી ટી-10 લીગમાં રમશે નહીં

    પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શોએબ મલિક 21 નવેમ્બરે શારજાહમાં શરુ થઈ રહેલી ટી-10 લીગમાં રમશે નહીં. શોએબ મલિકે આ નિર્ણય પોતાના નવજાત પુત્રના કારણે લીધો છે. મલિકે પોતાની પત્ની સાનિયા મિર્ઝા અને પુત્ર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો છે.

    મલિકે આ વાતની જાણકારી ટ્વિટર ઉપર આપી હતી. તેણે ટ્વિટર ઉપર લખ્યું હતું કે મિક્સ ફિલિંગ સાથે બતાવવા માંગીશ કે હું પંજાબી લીજેન્ડ્સસાથે ટી-10 લીગમાં ભાગ લઈ શકીશ નહીં. કારણ કે હું પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માંગું છું. આ મારા માટે ઘણો મુશ્કેલ નિર્ણય હતો. મારી પત્ની ઇચ્છતી હતી કે હું રમવા જાઉ પણ પત્ની અને પુત્ર આગળ કશુ જ નથી. આશા છે કે તમે બધા સમજી શકશો.

    શોએબ મલિકે ગત સિઝનમાં પંજાબ લીજેન્ડ્સની કેપ્ટનશિપ કરી હતી પણ આ વર્ષે તે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. ગત સિઝનમાં તે પોતાની ટીમ તરફથી 5 મેચ રમ્યો હતો અને સૌથી વધારે 191 રન બનાવ્યા હતા. જેથી ટીમને તેની ખોટ પડશે.



    શોએબ મલિક અને સાનિયા મિર્ઝા 29 ઓક્ટોબરે માતા-પિતા બન્યા છે. બંનેના લગ્ન 12 એપ્રિલ 2010માં થયા હતા.

    આ પણ વાંચો - સાનિયા મિર્ઝાનાં દીકરાની પહેલી ઝલક, માનાં ખોળામાં આવ્યો નજર

    ટી-10 લીગમાં ભારતના ચાર પૂર્વ ફાસ્ટ બોલરો પણ રમી રહ્યા છે. જેમાં ઝહીર ખાન, મુનાફ પટેલ, પ્રવિણ કુમાર અને આરપી સિંહનો સમાવેશ થાય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sania mirza, Shoaib malik

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन