ન્યૂઝ18 ગુજરાતી : ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ કારમી હાર બાદ પાકિસ્તાની ટીમની દરેક તરફ ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ફેન્સ ખૂબ જ નારાજ છે. ખાસ કરીને એ વીડિયો જોયા બાદ લોકો વધુ ગુસ્સે ભરાયા છે જેમાં પાકિસ્તાની ટીમને મેચના એક દિવસ પહેલા મોડી રાત સુધી પાર્ટી કરતાં જોવા મળી રહ્યા છે. હવે આ વીડિયો પર શોએબ મલિકે સ્પષ્ટતા કરી છે. તેણે મીડિયાને કહ્યું કે તેઓ તેના પરિવારનું સન્માન કરે.
સોમવાર મોડી રાત્રે શોએબ મલિકે એક પછી એક બે ટ્વિટ કર્યા. બંનેમા્ર તેણે આ વાયરલ વીડિયોને લઈને સફાઈ આપી. શોએબ મુજબ આ વીડિયો 13 જૂનનો છે ન કે 15 જૂનનો. તેઓએ લખ્યું કે, મને ઘણું દુ:ખ થાય છે કે 20 વર્ષથી વધુ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હોવા છતાંય મારે મારી પર્સનલ લાઇફને લઈને સફાઈ આપવી પડે છે. આ વીડિયો 13 જૂનનો છે, ન કે 15 જૂનનો.
શોએબ આ વિવાદમાં પોતાની પત્ની સાનિયા મિર્ઝાનું નામ ખેંચવાને લઈને પણ નારાજ છે. તેણે ટ્વિટ કરતાં લખ્યું કે, હું પ્લેયર્સ તરફથી મીડિયા અને લોકોને નિવેદન કરું છું કે તેઓ અમારા પરિવારનું સન્માન કરે. તેમનું નામ આ બાબતોમાં સામેલ કરવું સારું વાત નથી.
પાક. ટીમની પાર્ટી
ભારતની વિરુદ્ધ રમાઈ રહેલી મેચ પહેલાની રાતે પાકિસ્તાનની સમગ્ર ટીમ ત્યાંના જાણીતા શીશા કેફેમાં લેટ નાઇટ પાર્ટી કરતા જોવા મળ્યા. આ પાર્ટીમાં પાકિસ્તાની પ્લેયર્સની સાથે તેમની પત્નીઓ પણ ઉપસ્થિત હતી. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે તેની પત્ની તથા ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પણ પોતાના બાળકોની સાથે જોવા મળે છે. તસવીરોમાં પાકિસ્તાની પ્લેયર્સ હુક્કા પીતા સ્પષ્ટ પણે જોવા મળે છે.
સાનિયાએ કરી સ્પષ્ટતા
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાનિયા મિર્ઝાએ વાંધો ઉઠાવ્યો છે. સાનિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, આ વીડિયો અમને પૂછ્યા વગર શૂટ કરવામાં આવ્યો છે. આ અમારી પ્રાઇવસીનો અનાદર છે. અમારી સાથે અમારો બાળકો પણ હતા.
જુઓ વીડિયો:
Shoaib Malik of the #pakistancricketteam at midnight, hours before the most crucial match of the #CricketWorldCup2019 In Curry Mile In a Shisha cafe. Add the burgers and deserts, no wonder they performed dismally at Old Trafford. They should be ashamed. Every single one of them. pic.twitter.com/Dr8gHWdF9M