શોએબ મલિકે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટથી સંન્યાસ લીધો

શોએબ મલિકને ફેરવેલ આપતા પાકિસ્તાની ખેલાડીઓ

શોએબ માટે આ વર્લ્ડ કપ ખરાબ સપના સમાન રહ્યો, 3 મેચમાં કર્યા માત્ર 8 રન

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના વેટરન ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શોએબ મલિકે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. બાંગ્લાદેશની વિરુદ્ધ પાકિસ્તાનની જીત બાદ તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી. પાકિસ્તાની ખેલાડીઓએ મેચ જીત્યા બાદ મલિકને ફેરવેલ આપ્યું. તમામ ખેલાડી બાઉન્ડ્રી પાસે ઊભા થઈ ગયા અને મલિકને સૌથી પહેલા ડ્રેસિંગ રૂમ મોકલ્યો.

  નોંધનીય છે કે, મલિકે પહેલા જ કહી દીધું હતું કે આ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે. જોકે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેને પાકિસ્તાની ટીમમાં સ્થાન નહોતું મળ્યું. ભારત વિરુદ્ધ તેણે પોતાની છેલ્લી મેચ રમી હતી. તેણે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે પાકિસ્તાનની છેલ્લી વર્લ્ડ કપ મેચ તેની આખરી વનડે હશે. આ નિર્ણયથી તેને પરિવાર સાથે રહેવાની તક મળશે. સાથોસાથ તે ટી20 ક્રિકેટ પર વધુ ધ્યાન આપી શકશે.

  આ પણ વાંચો, Ban vs Pak : જીતીને પણ હારી ગયું પાકિસ્તાન, વર્લ્ડ કપમાંથી બહાર

  આ વર્લ્ડ કપ તેના માટે કોઈ ખરાબ સપના સમાન હતો. પાકિસ્તાન સેમીફાઇનલમાં સ્થાન ન મેળવી શક્યું. બીજી તરફ, મલિક ત્રણ મેચમાં માત્ર 8 રન કરી શક્યો. ઈંગ્લેન્ડની વિરુદ્ધ તેણે 8 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ભારત સામે તે ખાતું ખોલાયા વગર જ આઉટ થઈ ગયો હતો.

  આવી રહી શોએબ મલિકની કારકિર્દી

  ટેસ્ટ ક્રિકેટ- 35 મેચ, 1898 રન, 3 સદી, 8 અડધી સદી, સૌથી વધુ સ્કોર 245 રન
  વનડે ક્રિકેટ- 287 મેચ, 7534 રન, 9 સદી, 44 અડધી સદી, સૌથી વધુ સ્કોર 143 રન

  ઉલ્લેખનીય છે કે, શોએબ મલિકે ટેસ્ટ ક્રિકેટથી 2015માં જ સંન્યાસ લઈ લીધો હતો. હવે તે માત્ર ટી-20 મેચોમાં જ ભાગ લેશે. મળતી માહિતી મુજબ ટી20 વર્લ્ડ કપ 2020 બાદ મલિક ક્રિકેટના આ સંસ્કરણથી પણ સંન્યાસ લઈ લેશે.
  Published by:Mrunal Bhojak
  First published: