ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની ટીમને સેમીફાઇનલમાં લઈ જવા માટે ભારતની મદદ માંગી છે. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડને ભારત હરાવી દે તો પાકિસ્તાન આગળ વધી જશે. તેણે કહ્યું કે ભારત પાસે આ મદદની દરકાર છે. અખ્તરે કહ્યું કે તેને લાગે છે કે સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. આવું થાય છે તો મેચ જબરદસ્ત હશે. અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યુ કે ભારત હાલમાં નંબર વન બનવા માટે રમી રહ્યું છે અને તે ટોપ પર જ હશે. એવામાં સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાઈ શકે છે જે ઘણી રોમાંચક હશે.
આ પહેલા શોએબ અખ્તરે અફઘાનિસ્તાન પર હુમલો કરતાં કહ્યું કે જો અફઘાનિસ્તાન ટીમના તમામ પ્લેયર્સના આઈડી કાર્ડ સારી રીતે ચેક કરવામાં આવે તો ટીમ બેન થઈ જશે. તેણે આ નિવેદન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ પર નિશાન સાધતા આપ્યું. અખ્તરે કહ્યું કે, જો આજે અફઘાન ટીમના તમામ સભ્યોના આઈડી કાઢી દેવામાં આવે તો ટીમ બેન થઈ શકે છે. અફઘાન ક્રિકેટ બોર્ડના સીઈઓ સહિત અનેક લોકોને નિવેદન કરું છું કે જે મીડિયામાં નિવેદન આપે છે તેઓ આવું ન કરે. નહીં તો તમારા બધા સારા સંબંધીઓ પેશાવર અને કરાચીથી જતા રહેશે અને આપની ટીમ બેન થઈ શકે છે.
આ પણ વાંચો, ઈંગ્લેન્ડ ધોનીની 'દુખતી નસ' દબાવશે, શું ટીમ ઈન્ડિયા હારી જશે?
શોએબ અખ્તરે કહ્યું કે પાકિસ્તાને અનેક અફઘાનિસ્તાની લોકોને સ્થાન આપ્યું છે. પરંતુ 30 જૂને બંનેની વચ્ચે કોઈ પ્રેમ ન હોઈ શકે. કારણ કે પાકિસ્તાનના બે પોઇન્ટ જોઈએ.
આ પણ વાંચો, વર્લ્ડ કપ : ભારતના હાથમાં પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચાડવાની ચાવી
શોએબ અખ્તરે સાથોસાથ કહ્યું કે, ભારત અફઘાન બેટ્સમેનોને મેચ્યોર નથી કરી શક્યું. તેણે કહ્યું કે, અફઘાન ટીમનું સ્થાનિક મેદાન ક્યારેક પેશાવર, રાવલપિંડી હતું. અમે લોકો તેમના છોકરાઓને તૈયાર કરતા હતા. પરંતુ આજે તેઓ દિલ્હી અને નોઇડા ચાલ્યા ગયા છે. દેહરાદૂન તેમનું હોમ ગ્રાઉન્ડ બની ગયું છે. હિન્દુસ્તાને તેમની પર ઘણું રોકાણ કર્યુ છે, પરંતુ તેઓ અફઘાન ટીમની બેટિંગને પરિપક્વ નથી કરી શક્યા.
આ પણ વાંચો, CWC19: ભારતને હરાવવા માટે ઈંગ્લેન્ડને તોડવો પડશે 27 વર્ષ જૂનો રેકોર્ડ