શોએબ અખ્તરનો દાવો, જો પીએમ મોદી કહે તો આગામી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે ધોની

શોએબ અખ્તરનો દાવો, જો પીએમ મોદી કહે તો આગામી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે ધોની
શોએબ અખ્તરનો દાવો, જો પીએમ મોદી કહે તો આગામી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે ધોની

ધોનીએ 15 ઓગસ્ટે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તેને 7 વાગ્યાને 29 મિનિટે નિવૃત્ત માનવામાં આવે

 • Share this:
  નવી દિલ્હી : પોતાની કેપ્ટનશિપમાં ભારતને બે વખત વર્લ્ડ કપ અપાવનાર દિગ્ગજ વિકેટકિપર-બેટ્સમેન એમએસ ધોની (MS Dhoni)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ધોનીએ 15 ઓગસ્ટે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તેને 7 વાગ્યાને 29 મિનિટે નિવૃત્ત માનવામાં આવે. ધોનીની નિવૃત્તિ પછી પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું કહેવું છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આગામી વર્ષ સુધી સ્થગિત થયેલા ટી-20 વર્લ્ડ કપ રમવા માટે વિનંતી કરી શકે છે.

  યુટ્યૂબ ચેનલ બોલ વસીમ પર શોએબ અખ્તરે કહ્યું કે 2021નો ટી-20 વર્લ્ડ કપ રમવાનો નિર્ણય એક ખેલાડીનો વ્યક્તિગત નિર્ણય હોવો જોઈએ. જે રીતે ભારત પોતાના સ્ટાર્સનો સાથ આપે છે તેમને પ્રેમ કરે છે. ધોની ટી-20 વર્લ્ડ કપ રમવા જઈ શકે છે પણ આ તેની વ્યક્તિગત પસંદ છે. તેણે બધુ જ જીતી લીધું છે બીજુ શું જોઈએ. આખરે દુનિયા તમને યાદ રાખશે અને ભારત જેવો દેશ તેમને ક્યારેય ભૂલાવશે નહીં.  આ પણ વાંચો - ધોનીની રાજનીતિમાં થઈ શકે છે એન્ટ્રી! BJPએ આપી ઓફર, બીજા પક્ષ પણ સ્વાગત માટે તૈયાર

  અખ્તરે કહ્યું કે પ્રધાનમંત્રીની વિનંતી પર ધોની ભવિષ્યમાં વાપસી કરી શકે છે. તમે નથી જાણતા કે કાલે પ્રધાનમંત્રી તમને બોલાવી લે અને ટી-20 વર્લ્ડ કપ રમવા માટે કહે. તે પણ બની શકે છે. જનરલ ઝિયા ઉલ હકે 1987માં ઇમરાન ખાનને ક્રિકેટ ન છોડવા માટે કહ્યું હતું અને પછી તે રમ્યા હતા. તમે પ્રધાનમંત્રીને ના કહી શકો નહીં.


  ક્રિકેટ ઇતિહાસમાં ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણેય આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારત 2007 ટી-20 વર્લ્ડ કપ, 2011 વન-ડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
  Published by:Ashish Goyal
  First published:August 19, 2020, 15:37 pm

  ટૉપ ન્યૂઝ