Home /News /sport /ભારતીય ક્રિકેટર માટે અખ્તરે કરેલી ભવિષ્યવાણી સાચી પડી! કરિયર ખલાસ થવાને આરે

ભારતીય ક્રિકેટર માટે અખ્તરે કરેલી ભવિષ્યવાણી સાચી પડી! કરિયર ખલાસ થવાને આરે

shoaib akhtar on bumrah

SHOAIB AKHTAR: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ થોડા સમય પહેલા તેના અંગે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી હોય તેવું ફલિત થાય છે.

ભારતીય બોલર જસપ્રિત બુમરાહ વર્તમાન સમયે ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. છેલ્લા 5 મહિનાથી નેશનલ ટીમની બહાર રહેલા બુમરાહની આઈપીએલ 2023 (IPL)માં વાપસીની આશા હતી. પરંતુ હવે તે આશા પર પણ પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ થોડા સમય પહેલા તેના અંગે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી હોય તેવું ફલિત થાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બુમરાહ IPlમાંથી બહાર થઈ ગયો છે. તે આખી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સમાં રમી શકશે નહીં.

શોએબ અખ્તરની ભવિષ્યવાણી

શોએબ અખ્તરે ગત વર્ષે ટીવી ચેનલ સાથેની વાતચીતમાં બુમરાહની બોલિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અખ્તરે કહ્યું કે, બુમરાહની વિચિત્ર એક્શન તેની કારકિર્દી સામે ખતરો સર્જી શકે તેમ છે. અખ્તરના મત મુજબ જસપ્રિત બુમરાહની ફ્રન્ટલ બોલિંગ એક્શન છે. તે બોલને ઝડપથી ફેંકવા માટે તેની પીઠ અને ખભાનો ઉપયોગ કરે છે. અમારા સમયે અમે બોલિંગ કરતી વખતે સાઇડ ઓન રહેતા હતા. જેના કારણે પીઠ પર કોઈ દબાણ પડતું ન હતું. બુમરાહની બોલિંગ ફ્રન્ટ ઓન છે. તમે તે દબાણથી બચો શકો નહીં.

આ પણ વાંચો: ક્રિકેટરની પત્નીએ કરી બેવફાઇ! બીજા ખેલાડી સાથે કર્યું લફરુ, આખરે ઘર ભાંગ્યુ

શોએબ અખ્તરે બુમરાહને આપી હતી આ સલાહ

શોએબ અખ્તરે બુમરાહને ત્રણેય ફોર્મેટમાં ન રમવાની સલાહ આપી હતી. તેણે કહ્યું કે, જો બુમરાહ કોઈ એક ફોર્મેટ છોડી દેશે તો તેનાથી તેનો વર્કલોડ ઓછો થઈ જશે. જોકે BCCIએ અખ્તરના નિવેદન પર ધ્યાન આપ્યું નહતુ. હવે બુમરાહ લાંબા સમયથી પીઠની ઈજાથી પરેશાન છે. તે 5 મહિના પહેલા જ ટીમમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે બે મેચ રમ્યા બાદ ફરી બહાર થઈ ગયો હતો. બીજી તરફ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને BCCIને તેના પુનરાગમન અંગે કોઇ ઉતાવળ નથી.



બુમરાહ સર્જરી માટે ન્યૂઝીલેન્ડ જશે

કેટલાક અહેવાલો મુજબ જસપ્રિત બુમરાહ ટૂંક સમયમાં પીઠની શસ્ત્રક્રિયા કરાવવા માટે ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ શકે છે. બુમરાહ આ ઈજાના કારણે ગત વર્ષે એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવું લગભગ નક્કી મનાય છે. તેની ફાઇનલ મેચ આગામી 7 જૂનથી ઓવલ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહે તો પણ બુમરાહ ત્યાં નહીં રમી શકે.
First published:

Tags: Bowler, Indian cricketer, Jasprit bumrah, Shoaib Akhtar