T20 word lcup Aus Vs Pak: વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ (T20 world cup Aus vs Pak) પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. જે મેચમાં પાકિસ્તાન જીતની સ્થિતિમાં હતું તેને મેથ્યૂ વાડે અને સ્ટોઇનિસે હારની કગાર પર લાવી દીધું અને છેલ્લે છગ્ગાવાળી કરી અને હરાવી દીધું. પાકિસ્તાનની હાર બાદ અનેક ચાહકોના દિલ તૂટી ગયા છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ક્રિકેટને ધર્મ સમાન માનવામાં આવે છે. ખાસ કરીને આ મેચમાં પાકિસ્તાનની હાર બાદ એક બાળકનો (Shoaib Akhtar Posted Video of Crying Child) રડવાનો વીડિયો ખૂબ વાયલ (Viral Video of Pakistan Supporter child) થયો છે. સલેહ નામનો આ બાળક પાકિસ્તાનની મેચમાં જીતની આશા રાખી રહ્યો હતો પરંતુ પોતાની ટીમ હારી જતા રડી રડીને અડધો થઈ ગયો હતો.
આ બાળકનો વીડિયો પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વીટર પર મૂક્યો હતો. શોએબ અખ્તરે લખ્યું હતું કે જ્યારે તમારી ટીમ ખૂબ સારું રમે ત્યારે આવું જ થાય છે. ચાહકો હ્યદયથી તમારી સાથે જોડાયા છે. હું એટલે જ કાયમ કહેતો હતો કે આ વર્લ્ડકપ આપણા માટે ખૂબ મહત્ત્વનો હતો.
અખ્તરે કહ્યું ટીમને સપોર્ટ પણ કરજો
શોએબ અખ્તરે કહ્યું કે ટીમ હારી જાય ત્યારે તેને બિરદાવી જરૂરી છે. આપણા માટે આ અંતે સારો નથી રહ્યો પરંતુ હું ચોક્કસ કહીશ કે પાકિસ્તાન લૂઝર નથી. પાકિસ્તાન ચેમ્પિયનની જેમ રમ્યું હતું. માટે તમારા ખેલાડીઓના સન્માનમાં ઉભા રહેજો તેમને ચીયરઅપ કરજો.
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ડેવિડ વોર્નરે 30 બોલમાં 49 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 89 રન હતો. આ સમયે મેચ બરાબરી પર હતી. પરંતુ વોર્નર આઉટ થતાની સાથે જ પાકિસ્તાનની ટીમનો દબદબો છવાઈ ગયો. પરંતુ વેડ અને સ્ટોઇનિસે ઓસ્ટ્રેલિયાને રોમાંચક જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 14 નવેમ્બરે દુબઈમાં ખિતાબી મુકાબલો રમાશે. ટીમ 2010માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ દ્વારા પરાજય મળ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમો અત્યાર સુધી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. એટલે કે આ વખતે એક નવો ચેમ્પિયન જોવા મળશે.
આ મેચ પહેલાં આ મેદાન પર રમાયેલી 11 માંથી 10 મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમો જીતી છે. આંકડામાં પાકિસ્તાનના મુકાબલે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપના નોકઆઉટ મુકાબલામાં ક્યારેય જીતી શક્યું નથી. જોકે એક આંકડો એવો પણ છે કે યૂએઇમાં પાકિસ્તાનની ટીમ ગત 16 ટી20 ઇન્ટરનેશનલ મેચથી અજેય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર