અખ્તરે આ પાક ખેલાડીને લગાવી ફટકાર, કહ્યું - પહેલા કોહલી જેવું રમતા શીખો

અખ્તરે કહ્યું - જો તમે વિરાટ, રોહિત શર્મા અને વિલિયમ્સન જેવા ખેલાડીઓને જોવો તો આ બધા ખેલાડી અડધી સદી ફટકાર્યા પછી ઝડપથી રન બનાવે છે

News18 Gujarati
Updated: June 24, 2019, 5:49 PM IST
અખ્તરે આ પાક ખેલાડીને લગાવી ફટકાર, કહ્યું - પહેલા કોહલી જેવું રમતા શીખો
અખ્તરે આ પાક ખેલાડીને લગાવી ફટકાર, કહ્યું - પહેલા કોહલી જેવું રમતા શીખો
News18 Gujarati
Updated: June 24, 2019, 5:49 PM IST
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોમવારે કહ્યું છે કે વિરાટ કોહલીના પ્રશંસક બાબર આઝમે પોતાના આદર્શની જેમ રમવાનું શીખવું જોઈએ અને ભારતીય કેપ્ટનની જેમ મેચની પરિસ્થિતિ પ્રમાણે સારી શરુઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવવી જોઈએ. અખ્તરે કહ્યું હતું કે આઝમ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ રન બનાવી રહ્યો છે પણ તે મેચને ખતમ કરી શકતો નથી

અખ્તરે પોતાની યૂટ્યુબ ચેનલ પર મુકેલા વીડિયોમાં કહ્યું હતું કે હું બાબર આઝમને કહેવા માંગું છું કે જો તુ વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે તો તેની જેમ રમતા પણ શીખવું જોઈએ. વિરાટે ઘણી મુશ્કેલ સ્થિતિમાં રન બનાવ્યા છે. આઝમે વિરાટની જેમ સિંગલ લેતા અને તેની જેમ નવા શોટ શીખવા પડશે.

અખ્તરે કહ્યું હતું કે જો તમે વિરાટ, રોહિત શર્મા અને વિલિયમ્સન જેવા ખેલાડીઓને જોવો તો આ બધા ખેલાડી અડધી સદી ફટકાર્યા પછી ઝડપથી રન બનાવે છે. આઝમે આ ખેલાડીઓ પાસેથી શીખવું જોઈએ. તેમની જેમ વધારે શોટ હોવા જોઈએ.

આ પણ વાંચો - જાણો કોણ છે આ યુવતી, જેની સાથે વાયરલ થઈ રહી છે હરભજનની તસવીર

અખ્તરે હરિસ સોહેલની પ્રશંસા કરી હતી. સોહેલે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનની 49 રનની જીત દરમિયાન 59 બોલમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. બાબરે આ મેચમાં 80 બોલમાં 69 રન બનાવ્યા હતા.

શોએબ અખ્તરે ભારત સામે પાકિસ્તાનના પરાજય પછી કેપ્ટન સરફરાઝ અહમદ સહિત ટીમની ઘણી ટિકા કરી હતી.
First published: June 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...