Home /News /sport /IPL શરૂ થઈ ત્યારથી ભારત ટી20 વિશ્વ કપ જીત્યું નથી, જાણો આવું કોણે કહ્યું?

IPL શરૂ થઈ ત્યારથી ભારત ટી20 વિશ્વ કપ જીત્યું નથી, જાણો આવું કોણે કહ્યું?

ભારત IPL બાદ ટી20 વર્લ્ડ કપમાં જીતી શક્યુ નથી

Cricket: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે એક વિશ્વેષણ કરતા કહ્યુ છે કે, ઇન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની સૌથી મોટી લીગ છે, પરંતુ તેના આયોજન પછી ભારતે કોઈ પણ ટી20 વર્લ્ડ કપમાં જીતી નથી શક્યુ. હા, તેની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ચોક્કસપણે ચેમ્પિયન બની ગઈ હતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને આઈસીસી ટી20 વિશ્વ કપની જીતનું દાવેદાર માનવામાં આવતુ હતું. ગ્રૃપ મુકાબલામાં ભારતે ટોપમાં રહીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. પરંતું ઈંગ્લેન્ડ સામે ભારતનો 10 વિકેટે પરાજય થયો હતો. આ હાર મામલે ઘમા દિગ્ગજો ચર્ચા કરી રહ્યા છે. પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટરે એક ગબજનું વિશ્લેષણ કરતા જણાવ્યુ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ કેવી રીતે વિશ્વની સૌથી મોટી લીગ છે, પરંતુ ભારત તેની શરૂઆતથી લઈને અત્યાર સુધી એકપણ T20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી. હા, તેની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ચોક્કસપણે ચેમ્પિયન બની ગઈ હતી.

  ભારતે 2007માં ટી20 વિશ્વ કપ જીત્યો હતો


  શોએબ અખ્તરે એ સ્પોર્ટ સાથે વાત કરતા જણાવ્યુ કે, દરેકને લાગતું હતું કે આઈપીએલ જે છે તે ભારત અને બાકીની ટીમો વચ્ચે મોટું અંતર ઊભું કરશે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. ભારતે આ પહેલા 2007માં ટી20 વિશ્વ કપ જીત્યો હતો. આઈપીએલ જ્યારેથી શરૂ થઈ છે, ત્યારથી ભારતીય ટીમે એક પણ ટી20 વિશ્વ કપ જીત્યો નથી. તેમણે 2011માં વિશ્વ કપ જીત્યુ હતુ પણ તે 50 ઓવરની મેચ હતી.

  આ પણ વાંચો: અક્ષય કુમાર બનશે સત્તાવાર રીતે ભારતીય! પ્રક્રિયા શરૂ કરી પોતે જાણકારી આપી

  અલગ-અલગ સ્થિતિમાં રમવામાં વાસ્તવિક ફરક


  આ અંગે વાત કરતા શોએબ મલિકે કહ્યું કે, ‘IPL જે છે, તે યુવા ખેલાડીઓને અનુભવ અને પોતાને દેખાડવાની સારી તક આપે છે. અલગ-અલગ સ્થિતિમાં રમવાથી વાસ્તવિક ફરક પડે છે. વિદેશી ખેલાડી હોવાને કારણે, જ્યારે તમે બીજા દેશમાં જાઈને રમો છો, ત્યારે તેઓ તમારા ખભા પર વધુને વધુ જવાબદારી આવી છે. તેથી આ એક વસ્તુ છે જે વધુ મહત્વની છે, જ્યાં તમે વધુ સારા ખેલાડી તરીકે બહાર આવો છો.

  આ પણ વાંચો: વોટ્સએપ પર આવેલો એક મેસેજ બન્યો હનીટ્રેપનું કારણ

  ઘણી વસ્તુઓથી તમારી રમતમાં ફરક લાવે છે


  વિદેશી લીગમાં બીજા દેશનો ખેલાડી હોવાને કારણે તમને લાગે છે કે હું અહીં જે પ્રદર્શન આપીશ તે તેની પોતાની ઓળખ બની જશે. બીજી વાર તમે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરો છો, પછી તમને ત્યાં કામ કરવાની રીત શીખવા મળે છે. છેવટે, તેઓ આટલી સુસંગતતા સાથે કેવી રીતે આવે છે. મને લાગે છે કે એવી ઘણી વસ્તુઓ છે જે તમારી રમતમાં ફરક લાવે છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Cricket News in Gujarati, IPL Latest News, T20 world cup

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन