Home /News /sport /શિખર ધવન અને હુમા કુરેશીએ હાથમાં હાથ રાખીને ડાન્સ કર્યો, બોલિવૂડ એક્ટ્રેસે લખ્યું- આખરે ખુલ્યુ રહસ્ય

શિખર ધવન અને હુમા કુરેશીએ હાથમાં હાથ રાખીને ડાન્સ કર્યો, બોલિવૂડ એક્ટ્રેસે લખ્યું- આખરે ખુલ્યુ રહસ્ય

હુમા કુરેશી અને શિખર ધવને કર્યો ડાન્સ

Shikhar Dhawan Double XL 1st Photos Is Out: હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાની ડબલ એક્સએલ 14 ઓક્ટોબરે રિલીઝ થશે. હુમા કુરેશી સાથે હાથમાં હાથ રાખીને ડાન્સ કરતી વખતે ક્રિકેટર શિખર ધવન ખૂબ જ સજાગ દેખાય છે.

Shikhar Dhawan Double XL 1st Photos Is Out: હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાની ડબલ એક્સએલ 14 ઓક્ટોબરે રિલીઝ થશે. હુમા કુરેશી સાથે હાથમાં હાથ રાખીને ડાન્સ કરતી વખતે ક્રિકેટર શિખર ધવન ખૂબ જ સજાગ દેખાય છે.

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીએ 11 ઓક્ટોબર 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી. આમાં તે અને ક્રિકેટર શિખર ધવન હાથમાં હાથ રાખીને ડાન્સ કરતા જોવા મળે છે. હુમા કુરેશીએ તસવીરોના કેપ્શનમાં લખ્યું, 'લાપરવાહીના કારણે રાજ ઉજાગર હો ગયા' તેણીએ તેની પોસ્ટ @shikhardofficial #DoubleXL @aslisona @iamzahero @mahatofficial ને પણ ટેગ કર્યું.

હુમા કુરેશીની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. ત્રણ કલાકમાં તેના પર દોઢ લાખથી વધુ લાઈક્સ આવી ગઈ હતી, જ્યારે સેંકડો લોકોએ કોમેન્ટ કરી હતી. વાસ્તવમાં, આ તસવીર બીજું કંઈ નથી પરંતુ હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ડબલ એક્સએલનો ફર્સ્ટ લૂક છે.

આ પણ વાંચો : T20 WC 2022: 2007થી અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન, શું 15 વર્ષની રાહ હવે પૂરી થશે?

હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની ડબલ એક્સએલ આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. આ ફિલ્મનો ઉદ્દેશ્ય ભારે વજન અને બોડી શેમિંગના મુદ્દાથી સંબંધિત રુઢિ ચુસ્તતા તોડવાનો છે. ઝહીર ઈકબાલની જાણકારી આપ્યા પછી ડબલ એક્સએલ ફિલ્મમાં ભારતીય કેપ્ટન શિખર ધવનની પ્રથમ તસવીરો સાર્વજનિક થઈ ગઈ છે! તસવીરમાં ધવન હુમા સાથે હાથમાં હાથ રાખીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.








View this post on Instagram






A post shared by Huma Qureshi (@iamhumaq)






હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાની ડબલ એક્સએલ 14 ઓક્ટોબરે રિલીઝ થશે. આ પહેલા ક્રિકેટર શિખર ધવનની ફિલ્મનો ફર્સ્ટ લુક 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમના કેપ્ટન ધવને ફિલ્મમાં કેમિયો કર્યો હતો. હુમા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં શિખર બ્લેક ટક્સીડોમાં અભિનેત્રીને રોકતો જોવા મળ્યો હતો.


શિખર ધવન તેની ફિલ્મ ડબલ એક્સએલથી ડેબ્યૂ કરશે. ફિલ્મમાં અભિનય અંગે શિખર ધવને કહ્યું હતું કે, “એથલીટ તરીકે દેશ માટે રમતી વખતે જીવન હંમેશા ખૂબ જ વ્યસ્ત રહે છે. સારી મનોરંજક ફિલ્મો જોવી મારો શોખ છે. જ્યારે આ તક મારી પાસે આવી અને મેં વાર્તા સાંભળી ત્યારે તેની મારા પર ઊંડી અસર થઈ. આ સમગ્ર સમાજ માટે એક સુંદર સંદેશ છે અને હું આશા રાખું છું કે ગમે તે થાય પણ યુવાનો પોતાના સપના પુરા કરવા હંમેશા કોશિશ કરતા રહે'.
First published:

Tags: Huma Qureshi, Shikhar dhawan, Sports news, ક્રિકેટ, સ્પોર્ટસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો