Home /News /sport /

આ છે વર્તમાનમાં સૌથી બદનસીબ ભારતીય ક્રિકેટર, જાણો કેમ છે આવું

આ છે વર્તમાનમાં સૌથી બદનસીબ ભારતીય ક્રિકેટર, જાણો કેમ છે આવું

શિખર ધવન અને રૈના (ફાઇલ ફોટો)

    ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. તેને વર્તમાન સમયમાં ભારતનો સૌથી બદનસીબ ખેલાડી ગણીએ તો અતિશયોક્તિ નથી. શાનદાર પ્રદર્શન છતા આ ખેલાડી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી શકતો નથી. રાયડુએ આઈપીએલ-11માં શાનદાર પ્રદર્શન કરતા તેનો ઇંગ્લેન્ડ પ્રવાસમાં વન-ડે ટીમમાં સમાવેશ કર્યો હતો. જોકે પસંદગીના થોડા દિવસો પછી યો-યો ટેસ્ટ ફેલ થતા તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. રાયડુ યો-યો ટેસ્ટથી એટલો નિરાશ થયો હતો કે તેણે ઇન્ડિયા-એ, બી અને દિલીપ ટ્રોફી માટે થનાર યો-યો ટેસ્ટમાં પણ ભાગ લીધો ન હતો. યો-યો ટેસ્ટને લઈને છેલ્લા કેટલાક સમયથી ઘણી ચર્ચા ચાલી રહી છે. જોકે ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી તેને યથાવત્ રાખવાના મૂડમાં છે.



    આઈપીએલ-2018માં શાનદાર પ્રદર્શન
    રાયડુ આઈપીએલ-2018માં રન બનાવવાના મામલે ચોથા નંબરે રહ્યો હતો. તેણે આ દરમિયાન 43ની એવરેજથી રન બનાવ્યા હતા. જેમાં એક સદી ફટકારી હતી. રાયડુએ હજુ ટીમ ઇન્ડિયામાં પાછા ફરવાની આશા છોડી નથી. રાયડુએ ફર્સ્ટપોસ્ટના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત માટે રમવાનું સપનું હજુ પણ યથાવત્ છે. આ માટે હું મારી રમત પર મહેનત કરી રહ્યો છું.



    રૈના, ધવન અને ઉથપ્પાનો સુકાની રહી ચૂક્યો છે રાયડુ
    2004માં બાંગ્લાદેશમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં અંબાતી રાયડુ ટીમ ઇન્ડિયાનો સુકાની હતો. આ ટૂર્નામેન્ટમાં તેની આગેવાનીમાં સુરેશ રૈના, શિખર ધવન, દિનેશ કાર્તિક અને રોબિન ઉથપ્પા રમ્યા હતા. આવનાર સમયમાં આ બધાએ પોતાની કારકિર્દી ચમકાવી દીધી પણ રાયડુ પોતાના ટેલેન્ટ પ્રમાણે સ્થાન મેળવી શક્યો ન હતો. 2013માં ભારત તરફથી વન-ડે ડેબ્યૂ કરનાર રાયડુએ અત્યાર સુધી 34 મેચમાં 1055 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 50.23ની રહી છે. રાયડુ અંતિમ વન-ડે 2016માં ઝિમ્બાબ્વે સામે રમ્યો હતો. જેમાં અણનમ 41 રન બનાવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ambati rayudu, Shikhar dhawan, Suresh raina

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन