Home /News /sport /

શિખર ધવન કવિ બની ગયો! ગબ્બરની Instagram પોસ્ટને મળી હજારો લાઇક્સ, અહીં જુઓ Video

શિખર ધવન કવિ બની ગયો! ગબ્બરની Instagram પોસ્ટને મળી હજારો લાઇક્સ, અહીં જુઓ Video

શિખર ધવનની ફાઇલ તસવીર

શિખરનો અન્ય એક વિડીયો (Video) સામે આવ્યો છે. જેમાં તે વસીમ બરેલવીની ખ્યાતનામ કવિતા "ખુદ કો મનવાને કા હુનર મુજકો ભી આતા હૈ, મૈ વો કરતા હું સમંદર મેરે ઘર આતા હૈ" બોલતા નજરે પડે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સિઝનના સસ્પેન્શન બાદ નવરા પડેલા ક્રિકેટર સમય પસાર કરવા અવનવી પ્રવૃત્તિ તરફ વળ્યા છે. ત્યારે દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) નવી વસ્તુઓ પર હાથ અજમાવી રહ્યા છે. તાજેતરમાં સંગીતમાં તેનું ટેલેન્ટ બતાવ્યા બાદ શિખરનો અન્ય એક વિડીયો (Video) સામે આવ્યો છે. જેમાં તે વસીમ બરેલવીની ખ્યાતનામ કવિતા "ખુદ કો મનવાને કા હુનર મુજકો ભી આતા હૈ, મૈ વો કરતા હું સમંદર મેરે ઘર આતા હૈ" બોલતા નજરે પડે છે. આ નાની ક્લિપ દિલ્હી કેપિટલ્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયોને 14 હજાર લાઇક્સ મળી છે.

થોડા સમય પહેલા શિખરે પોતે વાંસળી વગાડતો હોય તેવો વિડીયો શેર કર્યો હતો. આ ક્લિપમાં તે જગજીત સિંઘની ખ્યાતનામ 'હોંઠો સે છુલો તુમ' ધૂન વગાડતો દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, ધવનને 2019માં સનરાઇઝર્સ હૈદરાબાદ થી દિલ્હી કેપિટલ્સમાં ટ્રેડ કરાયો હતો. આઈપીએલ 2019માં તેણે 520 રન બનાવ્યા હતા. જેથી દિલ્હી સાત વર્ષ બાદ પ્લે ઓફ સ્ટેજમાં પહોંચ્યું હતું. તેણે પોતાનું પ્રદર્શન સુધારી આઈપીએલ 2020માં 618 રન બનાવ્યા હતા. આઈપીએલ 2021 સસ્પેન્ડ કરાતા પહેલા ધવન શાનદાર ફોર્મમાં હતો. તેણે 54.28ની તોતિંગ સરેરાશથી 283 રન બનાવ્યા હતા.




બીસીસીઆઈ અને આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ વચ્ચે બેઠક થયા બાદ ગત 4 મેના રોજ લીગને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઘણા ખેલાડીઓ અને સ્ટાફના સભ્યો આઇપીએલ બાયો-બબલમાં પણ કોરોના પોઝિટિવ આવ્યા પછી બીસીસીઆઈ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ સિઝનમાં દિલ્હીનું અદભુત પ્રદર્શન રહ્યું હતું. જ્યારે સસ્પેન્શનની જાહેરાત કરવામાં આવી, ત્યારે દિલ્હી 12 પોઇન્ટ સાથે આઈપીએલના ટેબલ પર આગળ હતી.

દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે સાત વિકેટે જીત મેળવી વિજય અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદની મેચમાં રાજસ્થાન રોયલ સામે દિલ્હીનો પરાજય થયો હતો. ત્યારબાદ દિલ્હી સતત ત્રણ મેચ જીતી હતી. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 1 રને હારી ગઈ હતી. અલબત્ત ત્યારબાદ કલકત્તા નાઈટ રાઇડર્સ અને પંજાબ સુપર કિંગ્સ સામે બે મેચ જીતીને પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી હતી.
First published:

Tags: Instagram, Shikhar dhawan, આઇપીએલ

આગામી સમાચાર