ધવને હૈદરાબાદ સાથે છેડો ફાડ્યો, હવે આ ટીમ તરફથી આઈપીએલમાં રમશે

ધવન 2013થી સનરાઇઝર્સ સાથે જોડાયો હતો. આ દરમિયાન તે 91 ઇનિંગ્સમાં 2768 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો

News18 Gujarati
Updated: November 5, 2018, 5:02 PM IST
ધવને હૈદરાબાદ સાથે છેડો ફાડ્યો, હવે આ ટીમ તરફથી આઈપીએલમાં રમશે
ધવને હૈદરાબાદ સાથે છેડો ફાડ્યો
News18 Gujarati
Updated: November 5, 2018, 5:02 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓના બદલે શિખર ધવનને દિલ્હી ડેરડેવિલ્સને આપી દીધો છે. જેથી આ ઓપનર બેટ્સમેન 10 વર્ષ પથી પોતાના ઘરેલું શહેરની આઈપીએલ ફ્રેન્ચાઇઝી તરફથી રમતો જોવા મળશે. ધવનના સ્થાને દિલ્હીએ ઓલરાઉન્ડર વિજય શંકર, સ્પિનર શાહબાઝ નદીમ અને યુવા ખેલાડી અભિષેક શર્માને સનરાઇઝર્સ માટે રીલિઝ કર્યા છે.

આ વર્ષે થયેલી ખેલાડીઓની હરાજીમા સનરાઇઝર્સે ધવનને રાઇટ ટૂ મેચ (આરટીએમ)કાર્ડ દ્વારા 5 કરોડ 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. જોકે ધવન આ તેની મળતી આ રકમથી નિરાશ હતો આ કારણે તે દિલ્હી સાથે જોડાયો છે. દિલ્હી તરફથી તે 2008માં પ્રથમ સિઝનમાં રમ્યો હતો.

સનરાઇઝર્સે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે દુખ સાથે જાહેરાત કરીએ છીએ કે અમારી સાથે લાંબા સમયથી જોડાયેલ ખેલાડીઓમાંથી એક શિખર ધવન 2019માં બીજી ફ્રેન્ચાઇઝી તરફથી રમશે. અમને આનંદ છે કે અમે તેને રાઇટ ટૂ મેચ કાર્ડ દ્વારા ધવનને ખરીદ્યો હતો. દુર્ભાગ્યવશ આ રકમ (5 કરોડ 20 લાખ રુપિયા)માં વેચાયા પછી તે થોડો અસહજ હતો પણ આઈપીએલના નિયમો પ્રમાણે અમે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. અમે ધવનના પ્રદર્શનની પ્રશંસા કરીએ છીએ અને અમને દુખ છે તે આર્થિક કારણોસર તેણે આ નિર્ણય કર્યો છે. હવે આગળ વધવાનો સમય છે.
ધવન 2013થી સનરાઇઝર્સ સાથે જોડાયો હતો. આ દરમિયાન તે 91 ઇનિંગ્સમાં 2768 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.
First published: November 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...