Home /News /sport /Video: નવા અંદાજમાં જોવા મળ્યો શિખર ધવન, પોલીસ સ્ટેશનમાં ગુંડાઓને પગમાં પાડી દીધા
Video: નવા અંદાજમાં જોવા મળ્યો શિખર ધવન, પોલીસ સ્ટેશનમાં ગુંડાઓને પગમાં પાડી દીધા
સિંઘમ બન્યો શિખર ધવન
Shikha Dhawan in Police Uniform: ભારતીય ક્રિકેટ અને હરફનમૌલા શિખર ધવન પોલીસની વર્દીમાં જોવા મળ્યો છે. શિખર ધવન સાથે ટીવી એક્ટ્રેસે પણ પોતાના ફોટોગ્રાફર્સ શેર કર્યા છે. શું હવે શિખર ક્રિકેટ છોડીને કંઈક નવું કરવા જઈ રહ્યો છે તેવા સવાલ ફેન્સને થઈ રહ્યા છે.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ખેલાડી શિખર ધવન હાલ વનડે, ટેસ્ટ અને T20 ત્રણે ફોર્મેટમાંથી બહાર છે. આવામાં ક્રિકેટર એક નવા જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ગબ્બરથી ઓળખાતો શિખર ધવન પોલીસની વર્દીમાં સિંઘમ સ્ટાઈલમાં જોવા મળ્યો છે. ક્રિકેટરે એક એક્શન વીડિયો પણ શેર કર્યો છે. શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહેતો હોય છે અને એવામાં તેણે શેર કરેલા વીડિયો ક્રિકેટર ગુડ્ડાઓની ધોલાઈ કરતો જોવા મળી રહ્યો છે. અહીં સવાલ એવો થઈ રહ્યો છે કે શું શિખર એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવાનો છે?
ક્રિકેટનું મેદાન હોય કે સામાન્ય જીવન, શિખર ધવન મસ્તમોલા તરીકે જ રહેતો હોય છે. ખેલાડીઓ સાથે પણ તે મસ્તી મજાકના મૂડમાં જોવા મળતો હોય છે. હવે ક્રિકેટર ટીવી સિરિયલ કુંડલી ભાગ્યામાં એક્ટિંગ કરતો હોવાની ખબરો આવી રહી છે. સિરિયલના સેટ પર એક્ટર પોલીસની વર્દીમાં જોવા મળી રહ્યો છે.
33 વર્ષની ટીવી એક્ટ્રેસ અંજુમ ફકીહે પણ શિખર ધવન સાથેના ફોટોગ્રાફ શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ પોલીસના ડ્રેસમાં દેખાતા શિખર ધવનની સાથે ઉભેલી છે. અંજુમે ધવન ભાઈ ઔર દબંગ ભાઈ શિખર સરજી લખીને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.
શિખર ધવને શેર કરેલા વીડિયોમાં તે સિંઘમ સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર ગુડ્ડાઓની ધોલાઈ કરી રહ્યો છે, ગુંડાઓને હંફાવ્યા બાદ દબંગ સ્ટાઈલમાં તે ટેબલ પર બેઠો છે અને ગુંડા તેના પગમાં પડી જાય છે. શિખરે આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, "આલી રે આલી! આતા મારી બારી આલી! બહુ જલદી કંઈક નવું આવી રહ્યું છે." શિખરે શેર કરેલા વીડિયોની ફેન્સ પ્રશંસા કરીને રહ્યા છે અને તેને નવા અવતારમાં જોવા માટે આતુર છે.
ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન તેના કરિયરમાં અત્યાર સુધીમાં 38 ટેસ્ટ, 167 વનડે અને 68 T20 મેચ રમી ચૂક્યો છે. શિખર ધવને વનડેમાં 17 અને ટેસ્ટમાં 7 સદી ફટકારી છે. શિખરે ટેસ્ટમાં 2315 અને વનડેમાં 6793 રન બનાવ્યા છે. IPLમાં 206 મેચ રમીને શિખરે 2 સદી સાથે કુલ 6243 રન બનાવ્યા છે. ફેન્સ ઈચ્છી રહ્યા છે કે તે IPLમાં ધમાકેદાર પરફોર્મન્સ કરીને ફરી એકવાર ઈન્ટરનેશનલ મેચ અને વર્લ્ડકપમાં કમબેક કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર