સિડની વન-ડેમાં શિખર ધવનની કારકિર્દી પર લાગ્યું ‘કલંક’

શિખર ધવન ઓસ્ટ્રેલિયામાં સામેની પ્રથમ વન-ડેમાં પ્રથમ બોલે જ જેસન બેહરનડોર્ફનો શિકાર બન્યો

News18 Gujarati
Updated: January 12, 2019, 4:46 PM IST
સિડની વન-ડેમાં શિખર ધવનની કારકિર્દી પર લાગ્યું ‘કલંક’
સિડની વન-ડેમાં શિખર ધવનની કારકિર્દી પર લાગ્યું ‘કલંક’
News18 Gujarati
Updated: January 12, 2019, 4:46 PM IST
ભારતીય ટીમનો ઓપનર બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયામાં સામેની પ્રથમ વન-ડેમાં પ્રથમ બોલે જ જેસન બેહરનડોર્ફનો શિકાર બન્યો હતો. ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગોલ્ડન ડક (પ્રથમ બોલ પર આઉટ) પર આઉટ થયો છે. આમ તેની કારકિર્દીમાં એવું કલંક લાગ્યું છે જે આજ પહેલા ક્યારેય લાગ્યું ન હતું. રસપ્રદ વાત એ છે તે બેહરનડોર્ફે પ્રથમ ટી-20 વિકેટ રોહિત શર્માની લીધી હતી. હવે પ્રથમ વન-ડે વિકેટ શિખર ધવનની ઝડપી છે.

પૂર્વ ક્રિકેટરોએ ધવનના હાલના આરામ કરવાના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો. કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ધવનને ગત મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયામાં આરામ કરવાના બદલે ભારતમાં પાછા ફરીને દિલ્હી જઈને રણજી ટ્રોફી રમવી જોઈતી હતી. તમે ઓસ્ટ્રેલિયામાં સીધા આરામમાંથી આવીને સારું પ્રદર્શન કરી શકો નહીં.આ પણ વાંચો - ધોનીએ ભારત માટે પૂરા કર્યા 10 હજાર રન, 9 વર્ષ પછી કર્યું આવું કામ

રોહિત શર્માએ લડાયક સદી (133) ફટકારી હોવા છતા ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 34 રને પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 288 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 9 વિકેટે 254 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી વન-ડે એડિલેડમાં 15મી જાન્યુઆરીએ રમાશે. ભારત તરફથી રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની (51) સિવાય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...