Shikhar Dhawan Divorce : શિખર ધવને આયેશા મુખર્જી સાથે લીધા છૂટાછેડા? જાણો ઇંસ્ટાગ્રામ પોસ્ટની શું છે હકીકત

ધવન (Shikhar Dhawan)અને આયેશાએ 2009માં સગાઇ કરી હતી. તેના ત્રણ વર્ષ પછી લગ્નનાં બંધનમાં બંધાયા હતા

Shikhar Dhawan divorce- શિખર અને આયેશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આટલું જ નહીં આયેશાએ શિખરની બધી તસવીરો પોતાના ફિડથી ડિલીટ કરી દીધી છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર શિખર ધવન (Shikhar Dhawan divorce)સાથે જોડાયેલી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. શિખરની પત્ની આયેશા મુખર્જીએ (Ayesha Mukherjee)ઇંસ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં આયેશાએ તલાક પર પોતાનો મત રાખ્યો છે અને સાથે લખ્યું છે કે 2 વખત છૂટાછેડા લેવા પછી કેવું અનુભવે છે. ધવને (Shikhar Dhawan)અને આયેશાએ 2009માં સગાઇ કરી હતી. તેના ત્રણ વર્ષ પછી લગ્નનાં બંધનમાં બંધાયા હતા. આયેશાના પોતાના પ્રથમ પતિ સાથે પણ છૂટાછેડા થયા હતા. જેનાથી બે પુત્રીઓ છે.

    જ્યારે પોતાનાથી ઉંમરમાં 10 વર્ષ મોટી આયેશા સાથે ધવને લગ્ન કર્યા તો તેને તે સમયે ઘણું સાંભળવા મળ્યું હતું. જોકે ધવનના પરિવારે તેનો સાથ આપ્યો હતો. 2014માં આયેશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ જોરાવર ધવન છે. ધવને ઘણી વખત એ વિશે વાત કરી હતી કે આયેશા સાથે લગ્ન પછી તેના જીવનમાં કેવી રીતે ફેરફાર આવ્યો. તે ઘણી વખત કહી ચૂક્યો હતો કે આયેશાને મળ્યા પછી તે એક વ્યક્તિ અને એક ક્રિકેટરના રૂપમાં કેવી રીતે બદલાયો હતો.

    ધવને છૂટાછેડાને લઇને કોઈ જાણકારી આપી નથી. તેણે આ મુદ્દે કોઇ નિવેદન કર્યું નથી અને સોશિયલ મીડિયા પર કોઇ પોસ્ટ પણ મુકી નથી. આ પહેલા રિપોર્ટ હતા કે શિખર અને આયેશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આટલું જ નહીં આયેશાએ શિખરની બધી તસવીરો પોતાના ફિડથી ડિલીટ કરી દીધી છે.

    આ પણ વાંચો - IND vs ENG: 36, 78 રન પર ધ્યાન ના આપો, આ ટીમ ઇન્ડિયા છે, જીતીને જ બતાવે છે દમ

    આયેશાએ પોતાના પોસ્ટમાં લખ્યું કે એક વખત છૂટાછેડા થઇ ચૂક્યા છે લાગી રહ્યું હતું કે બીજી વખત ઘણું બધુ દાવ પર લાગેલું હતું. ઘણું બધું સાબિત કરવાનું હતું. જેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તો આ ઘણું ડરાવનારું હતું. મેં વિચાર કર્યો હતો કે તલાક ખરાબ શબ્દ છે પણ મારા બે વખત તલાક થઇ ગયા. જ્યારે પ્રથમ વખત છૂટાછેડા થયા તો ત્યારે હું ઘણી ડરેલી હતી. મને લાગ્યું કે હું નિષ્ફળ થઇ ગઇ છું.

    શિખરની પત્ની આયેશા મુખર્જીએ (Ayesha Mukherjee)ઇંસ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે


    આયેશાએ આગળ લખ્યું કે મને લાગ્યું કે મેં બધાને નીચા દેખાડ્યા છે અને સ્વાર્થી જેવું પણ લાગ્યું. મને લાગ્યું કે હું માતા-પિતાને નિરાશ કરી રહી છું. પોતાના બાળકોને નીચા દેખાડી રહી છું અને કેટલાક હદ સુધી મને લાગ્યું કે મેં ઇશ્વરને અપમાનિત કર્યા છે. તલાક ઘણો ખરાબ શબ્દ હતો.

    સોશિયલ મીડિયા પર શિખર ધવનને લોકો સવાલ પણ પૂછી રહ્યા છે. તેને ટેગ પણ કરી રહ્યા છે પણ તેણે આ મુદ્દે કશું જ કહ્યું નથી. ધવન આ મહિને યૂએઈમાં આઈપીએલ-2021ના બીજા તબક્કામાં રમતો જોવા મળશે.
    Published by:Ashish Goyal
    First published: