શિખર ધવનની પુત્રીએ કપાવી નાખ્યા વાળ, બોયફ્રેન્ડનો માન્યો આભાર

News18 Gujarati
Updated: March 14, 2020, 5:00 PM IST
શિખર ધવનની પુત્રીએ કપાવી નાખ્યા વાળ, બોયફ્રેન્ડનો માન્યો આભાર
શિખર ધવનની પુત્રીએ કપાવી નાખ્યા વાળ, બોયફ્રેન્ડનો માન્યો આભાર

ધવનની મોટી પુત્રી અલિયા ધવને પોતાના ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને બતાવ્યું હતું કે એક ખાસ કારણે આ પગલું ભરવામાં આવ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ટીમના ગબ્બર ગણાતો શિખર ધવન (Shikhar Dhawan)પોતાની સ્ટાઇલ માટે પ્રશંસકો માટે ઘણો લોકપ્રિય છે. ટકલું માથું અને મૂછો પર તાવ આપવો તેની ઓળખાણ બની ચૂકી છે. હવે ધવનના રસ્તે ચાલતા તેની પુત્રીએ પણ પોતાના માથાના વાળ કપાવી નાખ્યા છે. ધવનની મોટી પુત્રી અલિયા ધવને (Aliya Dhawan) પોતાના ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને બતાવ્યું હતું કે એક ખાસ કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

અલિયાએ પોતાના નવા હેરસ્ટાઇલની તસવીર ઇંસ્ટાગ્રામ શેર કરી છે અને બતાવ્યું હતું કે તેણે આ કેન્સરથી પ્રભાવિત લોકો માટે કર્યું છે. તેની નાની બહેને પણ તેના વાળ કાપ્યા છે, સાથે-સાથે બોયફ્રેન્ડેએ વાળ કપાવી લીધા છે. કેપ્શનમાં અલિયાએ લખ્યું છે કે હું પોતાના માતા-પિતાને ધન્યવાદ આપવા માંગું છું, જેમણે મને આમ કરવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. પોતાના બોયફ્રેન્ડનો પણ આભાર માનીશ જેણે મારી સાથે પોતાના વાળ કાપી નાખ્યા છે. એ બધા લોકોનો આભાર જેણે મારી સાથે પોતાના વાળ કાપ્યા અને લોકોની મદદ માટે દાન કર્યા છે. બધા પોતાના તરફથી જાગરુકતા ફેલાવવાનું કામ કરે અને દાન કરીને કેન્સરથી પીડિત લોકોની મદદ કરે.

આ પણ વાંચો - VIDEO: ધોનીનો મેદાન પર દમદાર પ્રહાર, 91 બોલમાં બનાવ્યા 123 રન
 
View this post on Instagram
 

Now we’re twins papa 😍 Massive thank you to my parents @aesha.dhawan5 and @shikhardofficial for making me compassionate and confident like them. Thank you to my boyfriend @zakis_adventure for shaving his head with me and him and my sister for shaving my head and being so supportive always. Thank you to all my friends and family and everyone else for donating or even just sharing, it means so much to me. And last but not least thanks to my dogs for being cute as I have never personally been so affected by someone with cancer who is very close to me, but it doesn’t take going through it to know how painful it must be to them and their loved ones. If you can’t shave, cut your hair, if not then colour it, if not then donate, if not then spread awareness and share. It doesn’t cost much to help or support. Thank you again. Its been fun 💖🙏🏼 #bebraveandshave


A post shared by Aliyah Dhawan 🐾 (@aliyah_dhawan) on


પોતાની પુત્રીના આ પગલા પર માતા અયેશા ધવને ગર્વ અનુભવ્યો છે. અયેશા ધવને ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી અને લખ્યું છે કે તે કરી બતાવ્યું. મને ઘણો ગર્વ છે કે તુ મારી પુત્રી છે. ભગવાન હંમેશા તને ખુશ રાખે.

ધવને પણ પુત્રીની તસવીર શેર કરતા લખ્યું છે કે તેને અલિયા પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે અલિયા ધવન કેન્સરથી પીડિત લોકોની મદદ માટે એક ડોનેશન ફર્મ પણ ખોલી છે. જ્યાં ઘણા લોકોએ પૈસા દાન કરીને તેની મદદ કરી છે.
First published: March 14, 2020, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading