Shikhar Dhawan Ayesha Mukherjee Love Story: ફેસબુક પર દોસ્તી, પછી પ્રેમ, હવે ઇન્સ્ટાગ્રામ પર બ્રેકઅપ?

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આયશા મુખર્જીને પ્રપોઝ કર્યું હતું. (ફાઇલ તસવીર)

Shikhar Dhawan Ayesha Mukherjee Divorce: શિખર ધવન અને આયશા મુખર્જીના છૂટાછેડાના સમાચારોએ હલચલ મચાવી દીધી છે

  • Share this:
    નવી દિલ્હી. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) અને આયશા મુખર્જીના (Ayesha Mukherjee) છૂટાછેડાના (Divorce) સમાચારોએ હલચલ મચાવી દીધી છે. અહેવાલોનું માનીએ તો આ કપલ લગભગ 9 વર્ષ બાદ અલગ થઈ ચૂક્યું છે. જોકે, છૂટાછેડાના અહેવાલો પર શિખર ધવન તરફથી કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ આયશા મુખર્જી નામથી ઇન્ટાન ગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટે ઘણું બધું વ્યક્ત કરી દીધું છે. કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે ફેસબુકના (Facebook) માધ્યમથી શરૂ થયેલી પ્રેમ કહાણીના ખતમ થવાના સમાચાર ઇન્સ્ટાગ્રામના (Instagram) માધ્યમથી મળશે. આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2014માં દીકરા જોરાવરનો જન્મ થયો હતો. બંને પોતાની જિંદગીમાં જેટલા સિમ્પલ જોવા મળતા હતા, એટલી જ રસપ્રદ બંનેની લવ સ્ટોરી (Shikhar Ayesha Love Story) હતી.

    ફેસબુક પર એક પંજાબી યુવકનો ફોટો જોતાં જ બંગાળી યુવતી દિલ આપી બેઠી. ત્યારબાદ શિખર ધવને કોઈ વાતની ચિંતા ન કરી અને પોતાનાથી 10 વર્ષ મોટી અને બે સંતાનોની માતા આયશા મુખર્જીને પોતાની હમસફર બનાવી દીધી. મૂળે, આયશાનો પરિવાર ઓસ્રેા લિયામાં રહે છે. તેના પિતા બંગાળી અને માતા બ્રિટિશ છે. પ્રોફેશનલી કિક બોક્સર આયશાના ધવન સાથે બીજા લગ્ન હતા. બંનેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી.

    આ પણ વાંચો, Shikhar Dhawan Divorce : શિખર ધવને આયેશા મુખર્જી સાથે લીધા છૂટાછેડા? જાણો ઇંસ્ટાગ્રામ પોસ્ટની શું છે હકીકત

    હરભજનના એકાઉન્ટ પર જોયો આયશાનો ફોટો

    મૂળે, એક દિવસ ધવન અને હરભજન સિંહ સાથે બેઠા હતા અને આ દરમિયાન હરભજનના એકાઉન્ટ પર ધવને આયશાનો ફોટો જોયો. ત્યારબાદ તેણે આયશાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી. સમય જતાં બંને દોસ્ત બની ગયા અને પછી વાતચીતનો દોર શરુ થયા બાદ એક બીજાના પ્રેમમાં પડી ગયા.

    આ પણ વાંચો, ક્રિકેટ અને ખેતી બાદ ધોની ગૌ-પાલનમાં હિટ, રોજ 500 લીટર દૂધ વેચી કરે છે અધધ કમાણી

    લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આયશા મુખર્જીને પ્રપોઝ કર્યું. કહેવામાં આવે છે કે શરૂઆતમાં ધવનનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. તેની પાછળના કારણો આયશા-શિખરની ઉંમરમાં મોટો તફાવત, છૂટાછેડા અને બે સંતાનોની માતા હોવાના હતા. જોકે, ધવને પોતાના પરિવારને આ સંબંધ માટે સમજાવી દીધા અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી દીધા. ધવને આયશાની સાથે તેની બંને દીકરીઓ રિયા અને આલિયાહને પણ પોતાનું નામ આપ્યું. તેઓ અનેકવાર પોતાની બંને દીકરીઓની સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરતા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: