Home /News /sport /ભાવનગરનો એ ક્રિકેટર જે વર્ષોથી સારું રમતો હોવા છતાં ટીમમાં નથી મળતું સ્થાન, રમવાનું બંધ કરવા સુધી વિચારી લીધું

ભાવનગરનો એ ક્રિકેટર જે વર્ષોથી સારું રમતો હોવા છતાં ટીમમાં નથી મળતું સ્થાન, રમવાનું બંધ કરવા સુધી વિચારી લીધું

sheldon jackson

INDIAN CRICKET TEAM: ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન માટે ખેલાડીઓ જીવ રેડીને મહેનત કરતા હોય છે. આવો જ એક ગુજરાતી ખેલાડી હવે 36 વર્ષનો છે પણ તેની આશા અમર છે.

  વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ ફાઇનલમાં પહોંચી ત્યાં સુધી શેલ્ડન જેક્સનનું પ્રદર્શન બહુ સારું નહોતું. છેલ્લી નવ ઇનિંગ્સમાં તેણે માત્ર એક અર્ધ સદી ફટકારી હતી. તેની છેલ્લી ચાર ઇનિંગ્સમાં 0, 8, 32 અને 0નો સ્કોર હતો. આ દરમિયાનમિડલ ઓર્ડર બેટ્સમેન જેક્સનને (Sheldon Jackson) ટીમ નોકઆઉટ રાઉન્ડ રમી તે પહેલા ઓપનિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટને એવો અંદાજ હતો કે, ટીમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે તેનો સૌથી અનુભવી બેટર પરફોર્મન્સ આપશે.

  સુકાનીએ મૂકેલા વિશ્વાસ પર શેલ્ડન જેક્સન ખરો ઉતર્યો હતો. છેલ્લી મેચમાં તેણે સારો દેખાવ કર્યો હતો. પરિણામે સૌરાષ્ટ્રને તેનું બીજું વિજય હજારે ટ્રોફી ટાઇટલ મળ્યું હતું. સૌરાષ્ટ્રે મહારાષ્ટ્રને પાંચ વિકેટ અને 21 બોલ બાકી રાખીને હરાવ્યું હતું.

  છેલ્લા કેટલાક મહિનામાં જેક્સનને વ્યક્તિગત નુકસાન અને રિજેકશનમાંથી પસાર થતો જોવા મળ્યો છે. ગયા મહિને તેણે તેના કાકા લેસ્ટર બેલને ગુમાવ્યા. તેના કાકાએ તેને ચાર વર્ષનો હતો ત્યારે દત્તક લીધો હતો. તે તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યો ન હતો. તે ઘણો નિરાશ અને હાર માની બેઠો હતો. ભારત A (India A) માં સારું પરફોર્મન્સ કરવા છતાં પસંદગીકારોએ તેને તક આપી નહોતી.

  આ વર્ષે ઓગસ્ટમાં જેક્સને સોશિયલ મીડિયા પર પોતાની હતાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, મને વિશ્વાસ કરવાનો અને સ્વપ્ન જોવાનો અધિકાર છે. જો મેં સતત 3 સિઝન માટે પરફોર્મ કર્યું હોય, તો મને ઉંમરના નહીં પણ મારા પ્રદર્શનના આધારે પસંદ કરવામાં આવે. હું એક સારો ખેલાડી અને પર્ફોર્મર છું. પણ મારી ઉંમર થઈ ગઈ છે એ સાંભળીને હવે હું કંટાળી ગયો છું, હું 35 વર્ષનો છું, 75 વર્ષનો નથી.

  અહીં ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સૌરાષ્ટ્રને ઓપનર હાર્વિક દેસાઈ અને જેક્સન તરફથી સારી શરૂઆત મળી હતી. તેમણે 26.4 ઓવરમાં 125 રન બનાવ્યા હતા. જય ગોહિલ અને સ્માર્ત વ્યાસે ઝડપી વિદાય લેતા બે વિકેટ ગુમાવી ત્યાં સુધી મેચ સરળ જણાઈ રહી હતી. જો કે, જેક્સને આ તકને જવા ન દેવાનો નિર્ધાર કર્યો હતો. સૌરાષ્ટ્રે અર્પિત વસાવડા અને પ્રેરક માંકડની વધુ બે વિકેટ ગુમાવી અને એક તબક્કે 192/5 હતી.

  જો કે, જેક્સન અને તેના લાંબા સમયના રૂમ પાર્ટનર ઓલરાઉન્ડર ચિરાગ જાનીએ ટીમ વતી સારો દેખાવ કર્યો હતો. ઇનિંગમાં જેક્સનના સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

  રમત પછી જેક્સને ટોચના સ્તરની ક્રિકેટ રમવા માટેની માન્યતા દ્રઢ કરી હતી. તેણે કહ્યું કે, હું હજી પણ માનું છું કે મારામાં વિશ્વાસ છે. હા, રમત પહેલા મારો આત્મવિશ્વાસ ઓછો હતો કારણ કે હું ફાઈનલમાં કોઈ રન કર્યા વિના આવ્યો હતો. મારા પર કોઈ દબાણ ન કરવા બદલ હું જયદેવ ઉનડકટ અને જયદેવ શાહનો આભાર માનું છું. તેઓએ મને ક્યારેય કહ્યું નથી કે 'તમે એક વરિષ્ઠ ખેલાડી છો અને તમારે તે કરવું પડશે'. જેનાથી મારા મનને આરામ મળ્યો. મને સમર્થન આપવા બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. તેઓએ મારા પર ખૂબ વિશ્વાસ કર્યો અને મારે તેમના માટે તે કરવું પડ્યું.

  અગાઉ મહારાષ્ટ્રે ઋતુરાજે ગાયકવાડના બીજા શતકની મદદથી 9 વિકેટે 248 રન બનાવ્યા હતા. આ સિઝનમાં છેલ્લી પાંચ વિજય હજારે ટ્રોફી મેચોમાં તેણે ચાર સદી ફટકારી છે. ફાઇનલમાં મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજે રનઆઉટ થતાં પહેલા 108 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચો: Rishabh Pant Accident: BCCI નો મોટો નિર્ણય! ઋષભ પંતને મુંબઈ લઈ જવામાં આવશે, જાણો કારણ

  બીજી તરફ સૌરાષ્ટ્રના ચિરાગ જાનીએ પાછળના ક્રમના બેટ્સમેન સૌરભ નાવલે, રાજવર્ધન હંગરગેકર અને વિકી ઓસ્તવાલની વિકેટ લઈને હેટ્રિક મેળવી હતી. સૌરાષ્ટ્ર જાણતું હતું કે સમગ્ર મેચ દરમિયાન કોઈએ સતત ઊભા રહીનેને બેટિંગ કરવી પડશે, અને જેક્સન આ પ્રસંગે તક સાચવી લીધી હતી.

  " isDesktop="true" id="1294157" >

  જેક્સનને આશા છે કે, આ જીત બાદ લોકો સૌરાષ્ટ્રને ગંભીરતાથી લેશે. છેલ્લા એક દાયકામાં ટીમે વિવિધ સિનિયર ટુર્નામેન્ટની સાત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઈનલ પછી જેક્સનને આશા છે કે, તેના સૌરાષ્ટ્રના સાથી ખેલાડીઓ જેક્સન પર રીલ બનાવશે અને 'તુ નહીં તો કૌન બે ' ગાશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Ranji trophy, Vijay hazare trophy, ક્રિકેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन