સૌરવ ગાંગુલીના બોલાવવાથી ભારત આવી છું, અહીં ઘણો પ્રેમ મળ્યો : શેખ હસીના

News18 Gujarati
Updated: November 22, 2019, 10:59 PM IST
સૌરવ ગાંગુલીના બોલાવવાથી ભારત આવી છું, અહીં ઘણો પ્રેમ મળ્યો : શેખ હસીના
સૌરવ ગાંગુલીના બોલાવવાથી ભારત આવી છું, અહીં ઘણો પ્રેમ મળ્યો : શેખ હસીના

અમે અમારા સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના સહયોગ માટે હંમેશા આભારી રહીશું - શેખ હસીના

  • Share this:
કોલકાતા : બાંગ્લાદેશ (Bangladesh)ના પ્રધાનમંત્રી શેખ હસીના (Sheikh Hasina)એ શુક્રવારે કહ્યું હતું કે બાંગ્લાદેશ પોતાના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતના સહયોગને હંમેશા યાદ રાખશે. બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ અને સોહાર્દપૂર્ણ સંબધોનો વિકાસ થવો જોઈએ. શેખ હસીનાએ કહ્યું હતું કે અમે અમારા સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના સહયોગ માટે હંમેશા આભારી રહીશું. અમે તેને ક્યારેય ભુલીશું નહીં.

શેખ હસીનાએ કોલકાતા પહોંચવા પર કહ્યું હતું કે હું અહીં સૌરવ ગાંગુલીના બોલાવવાથી આવી છું. ભારત-બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલથી આ પ્રથમ ટેસ્ટ મેચ છે. જેથી આ મેચની સાક્ષી બનવા માટે આવી છું. અહીં ભારતીય દર્શકો દ્વારા મને ઘણો પ્રેમ મળ્યો છે. હસીનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) સાથે મુલાકાત પછી કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશના એક કરોડથી વધારે શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. અમે આ મૈત્રીપૂર્ણ અને સમન્વયવાદી દ્વિપક્ષીય સંબંધને બનાવી રાખવા માંગીએ છીએ.

શેખ હસીનાએ કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ હંમેશા નજીક રહેશે અને તેમના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. મને નથી લાગતું કે અમે ઘણું સારી રમી રહ્યા છીએ પણ મને વિશ્વાસ છે કે અમે ભવિષ્યમાં શાનદાર રમીશું,

મમતા બેનરજીએ કહ્યું હતું કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે તેમની બેઠક સૌહાર્દપૂર્ણ રહી. આ ફક્ત શિષ્ટાચાર મુલાકાત હતી. અમે દ્વિપક્ષીય સંબંધો વિશે ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી. આશા છે કે આવનાર દિવસો બંને દેશો વચ્ચે સંબધ ગાઢ બનશે.
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading