Home /News /sport /અંડર-16 ટીમમાં તૈયાર થઈ રહ્યો છે બીજો ધોની! વિદેશી દિગ્ગજ ક્રિકેટરે શાયાનને ગણાવ્યો નેક્સ્ટ કોહલી
અંડર-16 ટીમમાં તૈયાર થઈ રહ્યો છે બીજો ધોની! વિદેશી દિગ્ગજ ક્રિકેટરે શાયાનને ગણાવ્યો નેક્સ્ટ કોહલી
અંડર-16માં રમતા ક્રિકેટરની થઈ રહી છે પ્રશંસા
Shayan Jamal, Under-16 Cricketer: ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ પૂજવામાં આવે છે તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી. જોકે, હાલ અંડર-16 શયાન જમાલની બહુ ચર્ચા થઈ રહી છે. એમએસ ધોની, ઈશાન કિશન અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર પણ તેનો ફેન છે.
નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટનો ક્રેઝ કેટલો છે તે કોઈનાથી છૂપું નથી. ભારતમાં ગલીથી લઈને વિશાળ મેદાનમાં ક્રિકેટનો ક્રેઝ જોવા મળતો હોય છે. આવામાં એક ટેણિયો ક્રિકેટર ચર્ચામાં આવ્યો છે જેમાં લોકોને ધોની અને કોહલી જેવી પ્રતિભા જોવા મળી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ નાના ક્રિકેટર્સના વિદેશમાં પણ ક્રિકેટના દિગ્ગજ ફેન્સ બન્યા છે. આ નાનકડો ક્રિકેટર વિરોટ કોહલીને પોતાના આદર્શ માને છે. આ ખેલાડીને રમતો જોઈને ભલભલા વિચારમાં પડી રહ્યા છે.
વિરોટ કોહલી પોતાની બેટિંગથી માત્ર યુવાનોને જ નહીં પરંતુ તમામ ઉંમરના ક્રિકેટ રસિયાઓને પોતાના ફેન બનાવી દે છે. માત્ર 11 વર્ષનો શાયાન જમાલ પણ વિરોટ કોહલીની બેટિંગ અને તેની ટેક્નિકનો ફેન બની ગયો છે. શાયાનના પિતા પણ ક્રિકેટમાં રસ ધરાવતા હતા, પરંતુ તેમનું ક્રિકેટ બનવાનું સપનું અધુરું રહી ગયું. હવે તેઓ તેઓ પોતાના સપના તરીકે શાયાનને જોવા માગે છે. શાયાન જે રીતે કવર ડ્રાઈવ રહે છે તે વિરાટ કોહલીની ટેક્નિક સામે જરાય ઉતરતો લાગતો નથી.
આ નાનકડો ક્રિકેટ શાયાન મેદાનમાં ઉતરે છે ત્યારે વિરોધી ટીમના પ્લેયર્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. દિલ્હીમાં શાયાને સ્કૂલ લેવલની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાયાનના પરફોર્મન્સની ભારે ચર્ચા થઈ રહી છે.
ધોની અને ઈશાનને પણ મળ્યો છે શાયાન
નાનાકડા ખેલાડીએ દુનિયાના સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્રસિંહ ધોની સાથે પણ મુલાકાત કરી છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ઈશાન કિશનને પણ મળી ચૂક્યો છે. 11 વર્ષનો નાનો ક્રિકેટર શાયાનમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન એટલું છે કે તે મોડી રાત સુધી પોતાના પિતા ઘરે આવે તેમની રાહ જોતો હતો. શાયાનના પિતાનું કહેવું છે કે તે પોતાના દીકરાની અંદર ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ જોઈને ગર્વ અનુભવે છે.
આટલી નાની ઉંમરમાં આ પ્લેયરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ સ્ટીવ વૉને પણ પોતાના ફેન બનાવ્યા છે. વૉએ આ નાનકડા ક્રિકેટરને કેટલીક ટિપ્સ પણ આપી છે. શાયાન એક બેટિંગ ઓલરાઉન્ડર બનવા માગે છે. તે બેટિંગ વિરાટ કોહલી જેવી અને બોલિંગ ટ્રેન્ટ બોલ્ટ જેવી કરવા માગે છે.
સ્ટીવ વૉએ શાયાનને ટિપ્સ આપી અને પોતાના પુસ્તક 'ધ સ્પિરિટ ઓફ ક્રિકેટ ઈન્ડિયા'માં પોતાની તસવીરો સાથે મહત્વ આપ્યું છે. સાથે પૂર્વ દિગ્ગજે આ નાનકડા ક્રિકેટને નેક્સ્ટ કોહલી ગણાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર