Home /News /sport /

VIDEO: મેદાનની વચ્ચે શોન પોલોકનું ફાટ્યું પેન્ટ, દર્શકો હસી હસીને થયા લોટપોટ

VIDEO: મેદાનની વચ્ચે શોન પોલોકનું ફાટ્યું પેન્ટ, દર્શકો હસી હસીને થયા લોટપોટ

ઘટના પછી શોન પોલોકે ટ્વિટ કરી હતી.

લાઇવ ટીવી દરમિયાન સાઉથ આફ્રિકાનાં પૂર્વ મહાન ક્રિકેટર શોન પોલોકનું પેન્ટ ફાટી ગયું.

    પાકિસ્તાન અને સાઉથ આફ્રીકાની વચ્ચે સેંચુરિયનમાં રમાયેલ ગયેલી બોક્સિંગ ડે ટેસ્ટનાં ત્રીજા દિવસે લંચ દરમિયાન એક એવો કિસ્સો થયો કે દર્શકો પણ હેરાન થઇ ગયા.

    સેંચુરિયનમાં હાજરો દર્શકો પોતાનું હસવુ તે સમયે ન રોકી શક્યા જ્યારે લાઇવ ટીવી દરમિયાન સાઉથ આફ્રિકાનાં પૂર્વ મહાન ક્રિકેટર શોન પોલોકનું પેન્ટ ફાટી ગયુ અને તેમને ટ્રેક પહેરવું પડ્યું.

    આ પણ વાંચો: YEARENDER 2018: ગંભીર, ડી વિલિયર્સ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોએ જાહેર કરી નિવૃત્તિ

    મેચ દરમિયાન એક્સપર્ટની ભૂમિકા નિભાવી રહેલા શોન પોલોક લંચ સમય દરમિયાન પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથની સાથે ટેસ્ટ મેચ પર ચર્ચા કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમને એક કેચ પકડવાનો ટાસ્ક આપવામાં આવ્યો. કેંચ પકડવામાં શોન પોલોકનું પેન્ટ ફાટી ગયુ. ગ્રીમ સ્મિથ અને શોન પોલોક સ્લિપમાં કેચ પકડવાની રીત પર ચર્ચા કરી રહ્યાં હતાં. આ દરમિયાન માર્ક નિકોલસે એક બોલ પોલોકની પાસે ઉછાળી અને તેઓ કેચ લેવા ગયા અને પેન્ટ ફાટી ગયું. જે પછી ગ્રીમ સ્મિથ અને માર્ક નિકોલસ હસવા લાગ્યા.



    પોલોકનાં પેન્ટ ફાટ્યા પછી ત્યાં ઉભેલા દર્શકો પોતાનું હસવાનું રોકી ન શક્યા.



    પોલોકને મેદાનમાંથી બહાર જવા માટે ટુવાલનો સહારો લેવો પડ્યો. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: South africa, ક્રિકેટ, પાકિસ્તાન, સ્પોર્ટસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन