Home /News /sport /મુંબઈ એરપોર્ટ પર શાર્દુલ ઠાકુરનો સામાન ગુમ, હરભજન સિંહે ભારતીય ઓલરાઉન્ડરની માફી માંગી; આ છે કારણ
મુંબઈ એરપોર્ટ પર શાર્દુલ ઠાકુરનો સામાન ગુમ, હરભજન સિંહે ભારતીય ઓલરાઉન્ડરની માફી માંગી; આ છે કારણ
હરભજન-શાર્દૂક ઠાકોર (ફાઇલ ફોટો)
IND VS SA ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે બાદ ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ટ્વીટ કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું. ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ની કીટ બેગ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 પરથી ગુમ થઈ ગઈ હતી. તેની સાથે આવું પહેલીવાર નથી બન્યું.
IND VS SA ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે બાદ ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ટ્વીટ કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ની કીટ બેગ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 પરથી ગુમ થઈ ગઈ હતી. તેની સાથે આવું પહેલીવાર નથી બન્યું. તે કદાચ પહેલા પણ આ પ્રકારની મુશ્કેલીનો શિકાર બની ચૂક્યો છે. શાર્દુલ ઠાકુરે 12 ઓક્ટોબરે સવારે 11:42 વાગ્યે એક ટ્વિટ કર્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે, 'એર ઈન્ડિયા શું તમે મને લગેજ બેલ્ટ પર મદદ કરવા માટે કોઈને મોકલી શકો છો? આ પહેલીવાર નથી જ્યારે મને મારી કીટ બેગ સમયસર મળી નથી. તમારો કોઈ કર્મચારી પણ આ જગ્યાએ હાજર નથી!!'
તેણે અન્ય ટ્વિટમાં લખ્યું, 'મુંબઈ એરપોર્ટ ટર્મિનલ 2 પર.' આ પછી, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) બપોરે 12 વાગ્યે એક ટ્વિટ કર્યું. જેમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના વર્તમાન સભ્ય હરભજન સિંહે લખ્યું, 'શાર્દુલ, ચિંતા ન કરો. તમને તમારી સામગ્રી મળશે. અમારો સ્ટાફ ત્યાં રહેશે. તકલીફ બદલ માફ કરશો. (ભૂતપૂર્વ એરઇન્ડિયન ભજ્જી). અમે તમારાથી સ્નેહ રાખીએ છીએ’.
શાર્દુલ ઠાકુરે હરભજન સિંહનો પણ આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'ભજ્જી પાજી તમને પણ ખૂબ સ્નેહ. બીજી એરલાઇન કંપનીના સ્ટાફે મને મદદ કરી.' શાર્દુલ ઠાકુરે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 3 મેચમાં માત્ર 3 વિકેટ લીધી હતી, પરંતુ સારી બોલિંગ કરી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જવા માટે કહ્યું છે. શાર્દુલ ઠાકુરની કીટ બેગ ગુમ થવાના સમાચાર વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ એર ઈન્ડિયાની મજા માણી હતી.
@Bhushanpatilgisએ લખ્યું, 'જલ્દી કરો એર ઈન્ડિયા... લોર્ડ ઓસ્ટ્રેલિયા જવું છે.' @rohit_0718એ લખ્યું, 'આ કેવું વર્તન છે. એર ઈન્ડિયા લોર્ડને ઓસ્ટ્રેલિયા જવાનું છે, લોર્ડ સાથે મસ્તી નહિ કરવાની.'' @Beingkhiladiએ લખ્યું, 'એર ઈન્ડિયા શું કરી રહ્યા છો, તમને દેખાતું નથી, લોર્ડ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર