શાર્દુલ ઠાકુરે કર્યો ખુલાસો, મહેન્દ્રસિંહ ધોનીએ આપેલી સલાહથી બદલાઈ જીંદગી
શાર્દુલ ઠાકુરે કર્યો ખુલાસો, મહેન્દ્રસિંહ ધોનીએ આપેલી સલાહથી બદલાઈ જીંદગી
IND vs ENG: ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડમાં પણ ઠાકુરનું જોરદાર પ્રદર્શન. (તસવીર- AP)
IND vs ENG: ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડમાં પણ શાર્દુલ ઠાકુર (Shardul Thakur)એ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી લોકોનું દિલ જીતી લીધું છે. ઓવલ ટેસ્ટમાં રોહિત શર્મા (Rohit Sharma) મેન ઓફ ધ મેચ બન્યો હતો, પરંતુ ચર્ચા શાર્દુલ ઠાકુરની થઈ રહી છે.
નવી દિલ્લી: ઈંગ્લેન્ડના સામે ચાલી રહેલી ઓવલ ટેસ્ટ મેચમાં જીત બાદથી જ શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ના નામની ચર્ચાઓ થઈ રહી છે. ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતમાં શાર્દુલ ઠાકુરનું મોટુ યોગદાન રહ્યું છે. શાર્દુલ ઠાકુરે બેટ અને બોલથી ઈંગ્લીશ ટીમ (India vs England)ને ઘૂંટણીએ લાવી દીઘી હતી. શાર્દુલ ઠાકુરે પહેલી ઈનિંગમાં 36 બોલમાં 57 રન કર્યા હતા. જેમાજેમાં તેણે 3 સિક્સ અને 7 ચોક્કા માર્યા હતા. ઠાકુરે 31 બોલમાં ફિફ્ટી મારી હતી. ત્યારે બાદ ઠાકુરે ઓલી પોપની વિકેટ પણ લીધી હતી. જેણે 81 રનની ઈનિંગ રમી હતી. શાર્દુલ બીજી ઈનિેંગમાં પણ ફિફ્ટી મારી હતી. બીજી ઈનિંગમાં તેણે 72 બોલમાં 60 રન કર્યા હતા અને પંત સાથે મળીને 100 રનની મેચ વિનિંગ પાર્ટનશીપ કરી હતી. હવે ઈંગ્લેન્ડમાં ઓવલ ટેસ્ટમાં જીત બાદ શાર્દુલ ઠાકુરનો જુનો ઈન્ટરવ્યું વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની વખાણ કરી રહ્યો છે.
બ્રિસ્બેન અને ગાબામાં ટીમ ઈન્ડિયાની જીતના નાયકોમાં એક શાર્દુલ ઠાકુરે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે ટેસ્ટમાંથી બહાર થયો હતો ત્યારે મહેન્દ્રસિંહ ઘોનીએ તેને ખુબ મદદ કરી હતી, બ્રિસબેનમાં શાર્દુલ ઠાકુરે બે ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. આ સાથે જ પહેલી ઈનિંગમાં તેમણે 67 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ સાથે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક ઈન્ટરવ્યુંમાં શાર્દુલ ઠાકુરે જણાવ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ ઘોની સાથે વાતચીત કરીને મને ખુબ જ મદદ મળી છે.
તેણે કહ્યું હતું કે, મોટે ભાગે, મેં તેને (ધોની) પૂછ્યું છે કે તે દબાણનો કેવી રીતે સામનો કરે છે. તેણે એક ખેલાડી, કેપ્ટન, હારી ગયેલી ટીમના સભ્ય તરીકે ઘણી વખત આ પ્રસંગનો સામનો કર્યો છે. તેમજ તેને વિજેતા તરીકે લોકોનો પ્રેમ મળ્યો છે. તેથી તમે જાણો છો કે તેની પાસે તમામ પ્રકારના અનુભવો છે. વિકેટકીપર અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પ્રશંસા કરતા શાર્દુલ ઠાકુરે કહ્યું હતું કે, આગામી ક્રિકેટરો તેની આંખો અને કાન ખુલ્લા રાખે તો ઘોની પાસેથી ઘણું શીખી શકાય તેમ છે.
શાર્દુલ ઠાકુરે કહ્યું હતું કે, જ્યારે પણ ઘોનીપોતાનો અનુભવ શેર કરે છે, ત્યારે આપણી પાસે કંઈક શીખવાનું હોય છે. તે એ પ્રકારનો વ્યક્તિ છે જે દરરોજ કંઈક કહે છે અને જો તમે તેમાંથી શીખવા માટે તૈયાર હોવ તો તમને રોજ કંઈક શીખવા મળશે. શાર્દુલ ઠાકુર 2018થી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. ઠાકુર 2017 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને 2015-16માં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમ્યો હતા. જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ઘાયલ થયા બાદ શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયામાં રમવાની તક મળી હતી.
શાર્દુલ ઠાકુરે ઓક્ટોબર 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જો કે, તેને ટૂંક સમયમાં કમરની ઈજાએ તેને માત્ર 10 બોલ ફેંક્યા બાદ મેદાનની બહાર ચાલવાની ફરજ પડી હતી. ગાબા ટેસ્ટ તેના માટે બીજી ડેબ્યુ જેવી હતી અને તેણે આ તકને બંને હાથે ઝડપી લીધી. તેણે બંને ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે બે વખત માર્કસ હેરિસ અને ટિમ પેઇનને આઉટ કર્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર