Breaking News: ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં બદલાવ, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં શાર્દૂલ ઠાકૂરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શાર્દુલ ઠાકુરે (Shardul thakur) ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ થયેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં અક્ષર પટેલની જગ્યા લીધી છે. અક્ષર પટેલ (axar patel)ને રિઝર્વ ખેલાડીના લીસ્ટમાં મૂકવામાં આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) શરૂ થવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમે બુધવારે મોટો ફેરફાર કર્યો છે. IPL 2021માં શાનદાર ફોર્મમાં રહેલા શાર્દુલ ઠાકુર(Shardul Thakur)ને ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે અક્ષર પટેલની જગ્યા લીધી છે. અક્ષરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. અક્ષર અગાઉ 15 સભ્યોની ટીમનો ભાગ હતો.

    મહત્વનું છે કે, ટીમમાં આ ફેરફાર હાર્દિક પંડ્યાની ફિટનેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નથી. તેણે આઈપીએલ 2021માં પણ બોલિંગ નહોતી કરી. આવી સ્થિતિમાં ઝડપી બોલિંગની સાથે સાથે આક્રમક બેટિંગ કરતા શાર્દુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમએ 15 ઓક્ટોબર પહેલા આઈસીસી સમક્ષ પોતાની અંતિમ વર્લ્ડ કપ ટીમનું લીસ્ટ આપવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    બીસીસીઆઈએ આ અંગેની ટ્વિટ કરીને માહિતી આપી હકી કે હવે શાર્દૂલ ઠાકૂર ટીમ ઈન્ડિયાનો ભાગ છે.


    ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (WK), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર , વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

    રિઝર્વ ખેલાડીઓ: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ

    ટીમમાં ફેરફાર કરવા સાથે, બીસીસીઆઈએ કેટલાક વધુ ક્રિકેટરોને પણ ઉમેર્યા છે, જે ટીમ ઈન્ડિયા સાથે બાયો બબલમાં રહેશે અને ટ્રેનિંગ પણ કરશે. આ લીસ્ટમાં આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, વેંકટેશ અય્યર, શાહબાઝ અહમદ, કે ગોતમનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: T20 World Cup માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ, ખેલાડીઓનો જોવા મળશે નવો રંગ

    ટીમ સાથે બાયો બબલમાં રહીને ટ્રેનિંગ માટે પસંદ થયેલા ખેલાડીઓએ IPLની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હર્ષલ પટેલે 15 મેચમાં 32 વિકેટ લીધી હતી. જ્યારે ઉમરાન મલિકે પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કર્યા. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 152.95 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જે આ સિઝનમાં સૌથી ઝડપી બોલ હતો.
    Published by:kuldipsinh barot
    First published: