Home /News /sport /Happy Birthday Shardul Thakur: CSKના શાર્દુલ ઠાકુરને જન્મદિવસ પહેલાં મળી ટ્રોફીની ભેટ, આ પાંચ પર્ફોમન્સની નોંધ લેવા જેવી

Happy Birthday Shardul Thakur: CSKના શાર્દુલ ઠાકુરને જન્મદિવસ પહેલાં મળી ટ્રોફીની ભેટ, આ પાંચ પર્ફોમન્સની નોંધ લેવા જેવી

IPL 2022ના સફળ મંચને લઈને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તેમાં ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. IPL 2022 માટે મેગા હરાજી બેંગ્લોરમાં 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે.

Shardul thakur Birthday Special: CSK VS KKRની મેચમાં 11મી ઑવરમાં શાર્દુલ ઠાકુરે મેચની બાજી પલટી, કેકેઆરની ઇનિંગ્સની 11 મી ઓવર મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે આ ઓવરમાં અય્યર અને નીતિશ રાણાને આઉટ કર્યા

દુબઈ: આખરે ગઈકાલે રમાયેલી આઈપીએલ 2021ની ફાઈનલમાં (IPL 2021 Final)  ઈતિહાસ લખાઈ ગયો. 300મી મેચ રમી રહેલા કેપ્ટન કૂલ મહેન્દ્રસિંઘ ઘોનીની ચેન્નાઈ સુપરકિંગ્સે ચોથીવાર આઈપીએલની ટ્રોફી (CSK Won Fourth IPL Trophy)  જીતી લીધી. ચેન્નાઈએ 27 રનથી કોલકત્તાને (CSK Won VS KKR)  હરાવી અને અને કેકેઆરને ત્રીજીવાર ટ્રોફી જીતતા અટકાવી. લકી મેન શાર્દુલ ઠાકુરે ચેન્નાઈની (Shardul Thakur Bowling VS KKR) જીતમાં વાપસી કરાવી. શાર્દુલને લકી મેન એટલે કહેવો પડે કેમ કે પહેલાં ટી-20 વર્લ્ડકપનો ભાગ નહોતો પરંતુ તેને અક્ષર પટેલના સ્થાને લેવામાં આવ્યો છે. CSK VS KKRની મેચમાં 11મી ઑવરમાં શાર્દુલ ઠાકુરે મેચની બાજી પલટી, કેકેઆરની ઇનિંગ્સની 11 મી ઓવર મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે આ ઓવરમાં અય્યર અને નીતિશ રાણાને આઉટ કર્યા ત્યારબાદ મેચની બાજી પલટી ગઈ. શાર્દુલ ઠાકુર (Shardul Thakur Birthday) માટે આ આ ટ્રોફી બર્થડે ગિફ્ટ બનીને આવી કારણે આજે 16મી ઑક્ટોબરે શાર્દુલ ઠાકુરનો જન્મદિવસ છે. જીત બાદ શાર્દુલ ઠાકુરના જન્મદિવસનું સીએસકે દ્વારા શાનદાર સેલિબ્રેશન કરવામાં આવ્યું (Shardul Thakur Birthday Celebration by CSK). શાર્દુલ ઠાકુર જ્યારે આજે જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે તેના આ પાંચ યાદગાર પર્ફોમન્સને જાણવા જોઈએ જેની નોંધ સમગ્ર ક્રિકેટ જગતમાં લેવાઈ છે.

IND VS AUS, બ્રિસ્બેન, જાન્યુઆરી 2021 (ટેસ્ટ) : આ વર્ષની શરૂઆતમાં જ બ્રિસબેનમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરે જોરદાર દેખાવ કર્યો હતો. શાર્દુલે 155 રન આપી અને 7 વિકેટ લીધી અને પ્રથમ દાવમાં 67 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ઓલરાઉન્ડર તરીકે પણ ઉભરી આવ્યો. ઠાકુરે પ્રથમ દાવમાં 94 રન આપીને 3 વિકેટ અને બીજામાં 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

India vs South Africa 15 ફેબ્રુઆરી 2018, સેન્ચ્યુરીયન ODI

સાઉથ આફ્રિકા સામે 15 ફેબ્રુઆરી 2018ના રોજ સેન્ચ્યુરીયનમાં રમાયેલી ODIમાં શાર્દુલ ઠાકુરની ધારદાર બૉલિંગના કારણે મેચ જીતવામાં આસાની રહી હતી. શાર્દુલ ઠાકુરે આ મેચમાં આફ્રિકાને જીતતા અટકાવ્યું એટલું જ નહીં ભારત 5-1થી ચેમ્પિયન પણ બન્યું. કોહલીની સેન્ચ્યુરીની મદદથી ભારતનો સ્કોર સારો થયો તો ઠાકુરે 52 રન આઈપી અને 4 વિકેટ ઝડપી લેતા મેચની બાજી પલટી ગઈ

આ પણ વાંચો :  T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા


IND VS SL કોલંબો, 12 માર્ચ, 2018 (T20I)

આ મેચમાં ઠાકુરે કરિયરનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યું હતું. શ્રીલંકાની પ્રથમ બેટિંગ હતી જેમાં શાર્દુલે 27 રન આપી અને ચાર વિકેટ ઝડપી હતી જેના કારણે ટીમ ફક્ત 152માં સમેટાઈ ગઈ હતી. આના જવાબમાં ભારતની ટીમ 17.3 ઑવરમાં 6 વિકેટ ગુમાવી અને મેચ જીતી લીધી હતી.




Rising Pune Supergiants vs Kings XI Punjab  14 મે, 2017 (IPL)

એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા પહેલા ઠાકુર પુણે ફ્રેન્ચાઈઝીમાંથી રમતો હતો. આઈપીએલની આ મેચમાં શાર્દુલ શાનદાર બૉલિંગ કરી હતી. કિંગ્સ ઈલેવન સામેની મેચમાં ટી-20માં શરમજનક કહી શકાય એવા સ્કોરમાં પંજાબમાં ફક્ત 73 રનમાં આઉટ થઈ ગઈ હતી. 73 રનમાં ધબડકો થઈ જવાનું કારણ શાર્દુલનું 18/3 વિકેટ ઝડપી પાડવાનું પ્રદર્શન પણ હતું.

CSK VS KKR, કોલકાતા, 14 એપ્રિલ, 2019 (IPL)

લોર્ડ શાર્દુલ, જેમ કે તેને તેના ચાહકો દ્વારા કહેવામાં આવે છે તેમ તેણે KKR સામેની આ રમતમાં ચાર નિર્ણાયક વિકેટો લીધી હતી. તેણે માત્ર 4 વિકેટ જ લીધી ન હતી પરંતુ તેની ઇકોનોમી પણ ખૂબ સારી હતી. 4 ઑવરમાં 18 રન આપીને 4.5 પાંચની રનરેટથી વિકેટો ઝડપી હતી. આમ આજે આવા યાદગાર પર્ફોમન્સ માટે શાર્દુલને યાદ કરવામાં આવશે.
First published:

Tags: CSK, Ipl 2021, Shardul Thakur, ક્રિકેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો