પહેલા 10 બોલમાં 0 રન, ત્યાર બાદ 8 સિક્સ, 7 ફોર ફટકારી સદી!

News18 Gujarati
Updated: May 27, 2018, 10:56 PM IST
પહેલા 10 બોલમાં 0 રન, ત્યાર બાદ 8 સિક્સ, 7 ફોર ફટકારી સદી!

  • Share this:
ઈન્ડિન પ્રીમિયર લીકની ફાઈનલમાં શેન વોટ્સનના તોફાન સામે સનરાઈઝર્સ હૈદરાબાદની મજબૂત બોલિંગ એટેકની ધોલાઈ કરી નાંખી. વોટ્સને ફાઈનલમાં માત્ર 51 બોલ પર શતક ફટકારી દીધી. વોટ્સને 8 સિક્સ અને 11 ફોર ફટકારીને પોતાની ટીમને જીત અપાવતા અણનમ 117 રનની ઈનિંગ રમી નાંખી હતી.

વોટ્સનની શતકીય ઈનિંગની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. વોટ્સને પોતાના પહેલા દસ બોલ સુધી ખાતું પણ ખોલ્યું નહતું. ભુવનેશ્વક કુમારે પહેલી ઓવરમાં વોટ્સનને ખુબ જ હેરાન કરીને તે ઓવર મેડન નાંખી દીધી, પરંતુ આ તોફાનના પહેલાની શાંતી હતી. વોટ્સની બોલ પર નજરો ઝામ્યા બાદ હૈદરાબાદના હોશ ઉડાવી નાંખ્યા.

વોટ્સને છઠી ઓવરમાં સંદીપ શર્માની બોલ પર પોતાની પહેલી બાઉન્ડ્રી લગાવી હતી. ત્યાર બાદની સિદ્ધાર્થ કૌલની ઓવરમાં તેને પોતાની પહેલી સિક્સ ફટકારી હતી. કૌલની તે ઓવરમાં તેને બે ફોર પણ ફટકારી. વોટ્સને 33 બોલમાં પોતાનો અર્ધશતક પૂરો કર્યો. આ બેટ્સમેન આટલે જ ન રોકાયો, 13મી ઓવરમાં વોટ્સને પોતાનો વિકરાળ સ્વરૂપ બતાવ્યો અને સંદીપ શર્માની ઓવરના બીજા બોલે ફોર ફટાકર્યા બાદ પાછળના ત્રણ બોલમાં બેક ટૂ બેક ત્રણ સિક્સ ફટકારી દીધી. આ ઓવરમાં વોટ્સને 27 રન ફટકારીને ટીમને જીતની નજીક લાવી દીધી હતી.

વોટ્સને 117* રનની ઐતિહાસિક ઈનિંગ રમતા ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટે જીત અપાવી દીધી હતી.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर