Home /News /sport /સૂર્યા જે કરે છે ને, એ બીજા કોઇની ત્રેવડ નથી! સૂર્યકુમાર યાદવ માટે ઑસ્ટ્રેલિયાના દિગ્ગજે આપ્યું મોટું નિવેદન

સૂર્યા જે કરે છે ને, એ બીજા કોઇની ત્રેવડ નથી! સૂર્યકુમાર યાદવ માટે ઑસ્ટ્રેલિયાના દિગ્ગજે આપ્યું મોટું નિવેદન

shane watson on suryakumar yadav

Shane Watson on Surya: ઑસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન શેન વોટસન સુર્યકુમાર યાદવની બેટિંગથી ઘણા પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું હતું કે જે કામ સૂર્યા કરી રહ્યો છે તે કોઈ કરી શકે એમ નથી.

    Shane Watson on Surya:  T20 World Cup માં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (suryakumar yadav) ચર્ચાનો વિષય બન્યા છે. દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહ્યા છે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન શેન વોટસન સુર્યકુમાર યાદવની બેટિંગથી ઘણા પ્રભાવિત થયા છે. શેન વોટસને (Shane Watson) સુર્યકુમારની બેટિંગની પદ્ધતિનું અનુસરણ પણ કરવાનું ચાલુ કરી દીધું છે અને સુર્યકુમારની પ્રતિભાને દુર્લભ પ્રતિભા માની રહ્યા છે. તેમના મતે સુર્યકુમાર જલ્દીથી પારખી લે છે કે, બોલર ક્યાં બોલિંગ કરવા જઈ રહ્યો છે અને ફિલ્ડરો ક્યાં છે અને બોલ ક્યાં જાય છે, તેના પર તેનું નિયંત્રણ, તે ખૂબ જ દુર્લભ પ્રતિભા છે. મેં ખરેખર આવું પહેલાં જોયું નથી.

    શેન વોટસને કર્યા ભરપેટ વખાણ

    ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ T20 વર્લ્ડ કપ 2022માં શાનદાર ફોર્મમાં છે, આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન શેન વોટસને તેમના વખાણ કરતા કહ્યું કે, સુર્યકુમાર યાદવ જે કરી રહ્યા છે તે બધાના બસમાં નથી. શેન વોટસને તેના વિશે નિવેદન આપ્યું કે, સુર્યાને અહીં બેટિંગ કરતા જોવું અદ્ભુત છે, હું આઈપીએલમાં પણ તેને ફોલો કરી રહ્યો છે.

    ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેને કહ્યું કે, સુર્યકુમારે IPLમાં જે કર્યું તે પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને રિપીટ કરવું સરળ નથી. ઓસ્ટ્રેલિયા જેવા દેશની સામે સતત રન બનાવવા સેહલા નથી. બોલને સમજી વિચારીને શોટ રમવામાં મજા આવે છે. ફિલ્ડરોના મત અનુસાર, ઓસ્ટ્રેલિયા જેવા દેશના મોટા મેદાનોમાં ફિલ્ડના હિસાબે શોટ રમવા આસાન કામ નથી.

    આ પણ વાંચો: ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં ઉમેરાયું નામ

    સ્ટ્રાઇક રેટ 200ની આસપાસ

    તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અજાયબીઓ કરી બતાવી છે. તેમનો સ્ટ્રાઇક રેટ 200ની આસપાસ રહ્યો છે, સુર્યકુમારે 3 ફિફટી ફટકારી છે.


    તાજેતરમાં જ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 25 બોલમાં 61 રનની ઈનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે જે ઈનિંગ રમી તેમાં ઘણા શાનદાર શોટ્સ જોવા મળ્યા હતા. ઑફ-કીને લેગ સાઇડમા સિક્સર મારવી કે ફાસ્ટ બોલરનો સ્કૂપ બોલ ફટકારતા જોઈને લોકો અચરજ પામ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Indian Cricket, Shane watson, Suryakumar yadav, T20 WorldCup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन