IPL 2018 : વિરોધી ટીમના મેનેટર વોર્નની હાજરીથી મળી પ્રેરણા : કૂલદીપ

News18 Gujarati
Updated: May 16, 2018, 4:14 PM IST
IPL 2018 : વિરોધી ટીમના મેનેટર વોર્નની હાજરીથી મળી પ્રેરણા : કૂલદીપ
News18 Gujarati
Updated: May 16, 2018, 4:14 PM IST
રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મંગળવારે રમાયેલ મહત્વપૂર્ણ મેચમાં પોતાની બોલિંગની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી. કૂલદીપ યાદવે મેચ પછી કહ્યું હતું કે, વિરોધી ટીમના ડગ આઉટમાં તેમના જમાનાના દિગ્ગજ બોલર શેન વોર્નની હાજરીથી તેમને પ્રેરણા મળી અને તેઓ આઈપીએલમાં કરિયરનો સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો હતો.


કૂલદીપ યાદવે રાજસ્થાન રોયલ્સની પહેલી મેચથી પહેલા 12 મેચોમાં નવ વિકેટ ઝડપી અને આ મેચમાં તેને 20 રન આપીને ચાર વિકેટ પોતાના ખાતા નોંધાવી લીધી હતી. દિનેશ કાર્તિકની આગેવાની હેઠળ કોલકાતા નાઈટરાઈડર્સે 06 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. કૂલદીપ યાદવે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર વોર્ન સામે સારૂ પ્રદર્શન કરવા માંગતો હતો, જે હવે ઓસ્ટ્રેલિયાના મેન્ટર છે. કૂલદીપે મેચ બાદ કહ્યું કે, હું હંમેશા વોર્નનો મોટો પ્રશંસક રહ્યો છું. તેઓ મારા આદર્શ છે. તેમની સામે રમવા પર મને અલગ રીતની પ્રેરણા મળે છે. હું તેમની આગળ સારૂ પ્રદર્શન કરવા માંગતો હતો. સીમિત ઓવરના ફોર્મેટમાં ભારતના પ્રમુખ સ્પિનર કૂલદીપે કહ્યું કે, વોર્ને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે તેમને ટિપ્સ પણ આપી છે.
First published: May 16, 2018
વધુ વાંચો
अगली ख़बर