શેન વોર્ન ફરી વિવાદમાં, ગર્લફ્રેન્ડ અને 2 કોલગર્લ્સ સાથે પસાર કરી રાત

News18 Gujarati
Updated: September 1, 2019, 4:26 PM IST
શેન વોર્ન ફરી વિવાદમાં, ગર્લફ્રેન્ડ અને 2 કોલગર્લ્સ સાથે પસાર કરી રાત
શેન વોર્ન ફરી વિવાદમાં, ગર્લફ્રેન્ડ અને 2 કોલગર્લ્સ સાથે પસાર કરી રાત

ધ સનના રિપોર્ટ પ્રમાણે એક કોલ ગર્લ્સની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. જ્યારે બીજી યુવતી 27 વર્ષની હતી

  • Share this:
દુનિયાના મહાન લેગ સ્પિનર્સમાંથી એક અને ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વાઇસ કેપ્ટન શેન વોર્ન ફરી એકવખત વિવાદોમાં ફસાયો છે. બ્રિટીશ અખબાર ધ સનના રિપોર્ટ પ્રમાણે શેન વોર્ને 3 યુવતીઓ સાથે રાત પસાર કરી હતી. જેમાં એક તેની પ્રેમિકા અને બે યુવતીઓ કોલગર્લ્સ હતી. ધ સને વોર્નની કેટલીક તસવીર પણ છાપી છે. જેમાં 3 યુવતીઓ તેના ઘરમાંથી બહાર નિકળી રહી છે.

રિપોર્ટ પ્રમાણે શેન વોર્ન નોર્થ વેસ્ટ લંડનમાં પોતાના ઘરમાં ત્રણ યુવતીઓ સાથે હતો. જેમાં એક તેની પ્રેમિકા હતી. વોર્નના ઘરમાંથી આવી રહેલા જોરદાર અવાજના કારણે પાડોશીઓની ઊંઘ ઉડી ગઈ હતી. આ પછી આ ઘટના સામે આવી હતી.

વોર્નના ઘરમાંથી બહાર નિકળી રહેલી ત્રણ યુવતીઓ(The Sun)


આ પણ વાંચો - બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિનને કરી ચૂક્યો છે આઉટ

ફરી વિવાદોમાં વોર્ન
ધ સને એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી છાપ્યું છે કે શેન વોર્ન પોતાના ઘરે જોરદાર પાર્ટી કરી રહ્યો હતો. તેણે પોતાના ઘરની બારી પણ ખુલ્લી રાખી હતી જેથી લોકો અવાજ સાંભળી શકે. અવાજ એટલો બધો હતો કે પડોશીઓની ઊંઘ ઉડી ગઈ હતી. બે કલાક પછી વોર્નના ઘરમાંથી બે યુવતીઓ બહાર નિકળી હતી. જેને તેની કથિત પ્રેમિકા છોડવા ગઈ હતી. ધ સનના રિપોર્ટ પ્રમાણે જે બે કોલ ગર્લ્સ શેન વોર્નના ઘરે આવી હતી. તેમાંથી એકની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. જ્યારે બીજી યુવતી 27 વર્ષની હતી.
Loading...

પોતાના ઘરેથી બહાર જતો વોર્ન(The Sun)


શેન વોર્ન આ પહેલા પણ ઘણા વિવાદોમાં રહ્યો છે. સેક્સ સ્કેન્ડલના કારણે તેના પ્રથમ લગ્ન તુટી ગયા હતા. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાની ટીમનું વાઇસ કેપ્ટન પદ પણ ગુમાવવું પડ્યું હતું. 2000માં તેનો એક બ્રિટીશ નર્સ સાથે અવૈધ સંબંધનો ખુલાસો થયો હતો. આ કારણે પત્ની સિમોન સાથે છુટાછેડા થયા હતા. 2005માં વોર્ને 3 બાળકોની માતા સાથે અવૈધ સંબંધો હોવાની વાત કબુલી હતી. વોર્ન હવે ફરી નવા વિવાદમાં ફસાયો છે. વોર્ન હાલ ઇંગ્લેન્ડમાં છે. જ્યાં તે એશિઝ શ્રેણીમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે.
First published: September 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...