Home /News /sport /Shane Warne Dies: શેન વોર્નનો 'બોલ ઓફ ધી સેન્ચ્યૂરી,' મેજિકલ વિકેટનો Video થયો વાયરલ
Shane Warne Dies: શેન વોર્નનો 'બોલ ઓફ ધી સેન્ચ્યૂરી,' મેજિકલ વિકેટનો Video થયો વાયરલ
Shane Warne Dies : શેન વોર્નના અવસાર બાદ એશિઝ 1993માં ઈન્ગલેન્ડ સામે ફેંકેલા બોલ ઓફ ધી સેન્ચ્યૂુરીનો વીડિયો વાયરલ
Shane Warne Bal of the Scentury: શેન વોર્નનું 52 વર્ષની વયે આજે અવસાન થયું, ક્રિકેટ જગત તેને પોતાના સ્પિનના આ જાદુ માટે કાયમ યાદ કરશે, જુઓ વોર્નનો 'બોલ ઓફ ધી સેન્ચ્યૂરી'
Shane Warne Ball of The century: સ્પિનના બેતાજ બાદશાહ કહેવાતા શેન વોર્નનું 52 વર્ષની નાની વયે નિધન (Shane Warne Death) થઈ ગયું છે. વોર્નના અવસાન સાથે ક્રિકેટ જગત આઘાતમાં મૂકાઈ ગયું છે. થાઈલેન્ડમાં (thailand)માં વેકેશન માણી રહેલા શેન વોર્નને હ્યદય રોગનો હુમલો આવતા તેનું નિધન થયું છે. શેન વોર્નના નામે 'બોલ ઓફ ધી સેન્ચ્યૂરી' (Ball of The Century) ફેંકવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ બૉલ શેન વોર્ને વર્ષ 1993માં એશિઝ સીરિઝ દરમિયાન ફેંક્યો હતો.
' 29 વર્ષ પહેલાં ફેંક્યો હતો બૉલ ઓફ ધી સેન્ચ્યૂરી'
શેન વોર્નના અવસાન બાદ તેણે ફેંકેલો ટબૉલ ઓફ ધી સેન્ચ્યૂરી'નો વીડિયો દિગ્ગજો શેર કરી રહ્યા છે. શેન વોર્ને વર્ષ 1993માં ચાર જૂનના રોજ ઈન્ગલેન્ડ સામે (Australia vs England Shane Warne Ball of the Scentury) ફેંક્યો હતો. આ બોલ માઇક ગેટિંગને એવી રીતે બોલ્ડ કરી ગયો કે સમગ્ર દુનિયા જોતી રહી ગઈ હતી. બૉલ ટપ્પો પડીને 90 ડિગ્રી ટર્ન મારી ગયો હતો.
લેગ સ્ટમ્પની બહાર પડેલો દડો વાઇડ જાય એવું લાગતું હતું પરંતુ તે 90 ડિગ્રી ટર્ન મારી અને ઓફ સ્ટમ્પને ઉડાડી ગયો હતો. શેન વોર્નેના આ બૉલને બૉલ ઓફ ધી સેન્ચ્યૂરી કહેવામાં આવે છે. વૉર્ને કહ્યુ હતું કે મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યુ કે આ બોલ આવી રીતે ટર્ન લેશે.
However many times you watch Shane Warne’s “ball of the century” - and we’ll watch it a million times today - it never gets more explicable. His first ball in England as a test player, and it still moves like it has magic in it. pic.twitter.com/wvsSltZxrX
ઉલ્લેખનીય છે કે શેનવોર્ન ક્રિકેટ વર્લ્ડકપ 1999 અને પાંચવાર એશિઝ જીતનારી ટીમનો સભ્યો હતો. આ એશિઝ ટુર્નામેન્ટ વર્ષ 1993-2003 દરમિયાન રમાયેલી હતી જેમાં વોર્ને બોલર તરીકે ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હતું.
શેન વોર્ન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનૌ બીજો અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બૉલર હતો. શેન વોર્નને 708 ટેસ્ટ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં તેણે 12 ફિફ્ટી પણ મારી હતી. શેન વોર્ને કુલ 3154 રન પણ બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ 99 રનનો તેનો સ્કોર હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર