Home /News /sport /Shane warne: શેન વોર્નનો પુત્ર સાથે અકસ્માત, 300 કિલોની મોટરસાયકલ 15 મીટર ઢસડાઈ

Shane warne: શેન વોર્નનો પુત્ર સાથે અકસ્માત, 300 કિલોની મોટરસાયકલ 15 મીટર ઢસડાઈ

Shane Warne Accident : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં શેન વોર્નને નડ્યો અકસ્માત

Shane Warne Accident: ઓસ્ટ્રેલિયાના લેગ સ્પીનર શેન વોર્ન (Shane Warne Injured in Bike Accident)નો મોટરસાયકલમાં અકસ્માત થતા ઈજાગ્રસ્ત

Shane Warne Accident: ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર અને દિગ્ગજ ખેલાડી શેન વોર્નનો મોટરસાયકલ પર અકસ્માત થયો છે. (Shane Warne Injured in Bike Accident) પુત્ર જેક્શન સાથે મેલબોર્નમાં (Shane Warne Malborne Accident)માં જઈ રહેલા શેનવોર્નની 300 કિલોગ્રામ વજન વાળી બાઇકનો અકસ્માત થતા મોટરસાયકલ 300 ફૂટ સુધી ઘસડાઈ હતી.

સિડની મોર્નિંગ હેરાલ્ડના સમાચાર મુજબ શેનવોર્ન પોતાના પુત્ર જેક્સન સાથે બાઇક સવારી પર નીકળ્યો હતો. જ્યારે બાઇક સાથે તેનો અકસ્માત થયો તો મોટરસાયકલ 15 મીટર સુધીસ ઘસેડાઈ હતી. વોર્ને જાતે જ આ અકસ્માતની જાણકારી આપી છે. જોકે, તેને કેવી ઈજા થઈ તેની કોઈ તસવીરો સામે આવી નથી.

આ પણ વાંચો :  IND vs NZ: અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પાંચમીવાર 5 વિકેટ લીધી, છતાં કરી 'ભૂલ,' વસિમ જાફરે મજાક

ફ્રેક્ચરની બીક

શેનવોર્ન અકસ્માત બાદ જાતે જ હૉસ્પિટલ ગયો હતો. તેના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. વોર્નને પગમાં ફ્રેક્ચર થવાની બીક હતી જેના કારમે તેણે સારવાર લેવાનું નક્કી કર્યુ હતું. આગામી સમયમાં વોર્ન કોમેન્ટરી કરવા માટે એશિઝ સિરીઝમાં જવાનો છે.

આ પણ વાંચો :  5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ

વોર્નનું કરિયર

શેન વોર્ન ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ આંતરાષ્ટ્રીય મેચ રમા્યો છે. 708 વિકેટ લેનાર શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં મુરલીધરનનો રેકોર્ડ તોડી શક્યો નહોતો જ્યારે વનડેમાં તેના નામે 293 વિકેટ છે. વોર્ન સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને તેના તમામ અપડેટ્સ ક્રિકેટ ચાહકોને મળતા રહે છે.

ક્રૂઝ બાઇકિંગનો શોખ

શેનવોર્નને ક્રૂઝ બાઇકિંગનો શોખ છે તેની પાસે મોટરસાયકલનું કલેક્શન છે. આ આ મોટરસાયકલ સાથેની તસવીરો પણ તે ઈન્સ્ટાગ્રામમાં મૂકે છે. આ બાઇક સાથે રાઇડ પર અવારનવાર જાય છે. જોકે, આ અક્સ્માતની ઘટના પહેલીવાર સામે આવી છે. સામાન્ય રીતે વિદેશોમાં બાઇક મોંઘોદાટ શોખ હોવાના કારણે તેને સામાન્ય લોકો પરવડી શકતા નથી.

મેલબોર્નનો રહેવાસી છે શેનવોર્ન

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન દિગ્ગદ પૂર્વ સ્પિનર શેન વોર્ન ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યના મેલબોર્ન શહેરનો વતની છે. મેલબોર્ન વિશ્વનના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે જાણીતું છએ અને તે મેલબોર્નની ઓળખ છે. વોર્ન મેલબોર્નના રસ્તા પર અનેકવાર રાઇડીંગ માટે નીકળી પડે છે ત્યારે આજે તેના અકસ્માતના સમાચાર સમગ્ર વિશ્વમાં ચમક્યા છે. જોકે, વોર્નની તબિયત ઠીક હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
First published:

Tags: Cricket Australia, Shane Warne, અકસ્માત