પત્ની સાથેના વિવાદથી શમીને પડશે વધુ એક ફટકો!

News18 Gujarati
Updated: March 10, 2018, 2:30 PM IST
પત્ની સાથેના વિવાદથી શમીને પડશે વધુ એક ફટકો!

  • Share this:
પોતાની પત્ની સાથેના વિવાદને લઈને શમીની મુશ્કેલીઓ ઓછી થતી દેખાઈ રહી નથી, તેવામાં શમીને વધુ એક ફટકો લાગવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી ડેયરડેવિલ્સ મોહમ્મદ શમી સાથે જોડાયેલ વિવાદ પર નજર રાખી રહ્યું છે, તેને લઈને ટૂંક સમયમાં જ શીર્ષ અધિકારી આ બાબતને લઈને બીસીસીઆઈ અધિકારીઓ સાથે મળી શકે છે.

શમીની પત્ની હસીન જહાંએ આ ફાસ્ટ બોલર પર ઘરેલૂ હિંસા અને વ્યભિચારનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેયરડેવિલ્સ હવે બીસીસીઆઈ સાથે કાયદાકિય સલાહની રાહ જોઈ રહી છે. આને બંગાળના ફાસ્ટ બોલર કેમ્પમાં ભાગ લેવાની પરવાનંગી આપવી જોઈએ કે નહી. કેમ્પ આ મહિનાના અંતમાં શરૂ થશે.

ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું છે કે, ડેયરડિવિલ્સ આ બાબતે એકતરફી નિર્ણય ના લઈ શકે. આઈપીએલમાં રમનાર દરેક ખેલાડીનું ત્રિસ્તરી કરાર હોય છે, જેમાં બીસીસીઆઈ, ફ્રેન્ચાઈઝી અને ખેલાડી સામેલ હોય છે. અમે આ સંવેદનશીલ સ્થિતિથી અવગત છીએ અને બીસીસીઆઈના શીર્ષ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યાં છીએ.

2009માં આઈપીએલમાં એન્ટ્રી કરનાર મોહમ્મદ શમીએ અત્યાર સુધી 39 મેચોમાં 23 વિકેટ પોતાના નામે કરી છે. પાછલા કેટલાક વર્ષોથી તે દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમી રહ્યો છે. જ્યારે આ વખતે ડેયરડેવિલ્સને તેને રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 3 કરોડ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડયો હતો. જો પોતાની પત્ની હસીન જહાંના વિવાદને લઈને શમીની ધરપકડ થાય છે, તો તેના માટે આ આઈપીએલમાં રમવું ખુબ જ મુશ્કેલ છે. એટલે કે, 3 કરોડ રૂપિયાનું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે.

આમ તો બીસીસીઆઈએ પણ તેમને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાંથી પણ હાલમાં બહાર રાખ્યો છે, જે તેના માટે બેવડી માર જેવો છે.
First published: March 10, 2018, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading