SHAKIB AL HASAN VIRAL VIDEO: બાંગ્લાદેશ પ્રીમિયર લીગની મેચ દરમિયાન એક ઘટના બની હતી. જેના કારણે તે ફરીથી વિવાદમાં આવી ગયો છે. અમ્પાયરના નિર્ણયથી શાકિબ એટલો ગુસ્સે થયો કે પહેલા તો તેણે અમ્પાયરને જોરથી બૂમો પાડી અને પછી બેટ લઈને તેની તરફ જવા લાગ્યો.
બાંગ્લાદેશના ODI અને ટેસ્ટ કેપ્ટન શાકિબ અલ હસનને રમત કરતાં ઓછી અને વિવાદોના કારણે આજકાલ વધુ હેડલાઇન્સ મળે છે. તેઓ વારંવાર કંઈક એવું કરે છે જે કાં તો જેન્ટલમેનની રમતની ઇમેજને તોડે છે અથવા તેની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે. આ સ્ટાર ઓલરાઉન્ડરે ફરી એકવાર મેદાન પર આવું જ કૃત્ય કર્યું છે.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગની મેચ દરમિયાન એક ઘટના બની હતી. જેના કારણે તે ફરીથી વિવાદમાં આવી ગયો છે. અમ્પાયરના નિર્ણયથી શાકિબ એટલો ગુસ્સે થયો કે પહેલા તો તેણે અમ્પાયરને જોરથી બૂમો પાડી અને પછી બેટ લઈને તેની તરફ જવા લાગ્યો. જોકે, પાછળથી કોઈક રીતે મામલો થાળે પડ્યો હતો. જો કે આ કઈ પહેલીવાર નથી, જ્યારે શાકિબે મેદાન પર આવું કૃત્ય કર્યું હોય, તે ઘણી વખત મેદાન પર પોતાનો ગુસ્સો ગુમાવતો જોવા મળ્યો છે.
શાકિબ આ વખતે BPLમાં બરીસાલ તરફથી રમી રહ્યો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં ફોર્ચ્યુન બરીશાલનો મુકાબલો સિલ્હેટ સ્ટ્રાઈકર્સ સામે હતો. આ મેચમાં તેની ટીમે 194 રન બનાવ્યા હતા. આ પછી પણ બારીશાલે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. શાકિબની શાનદાર ઇનિંગ પણ બરીશાલની હાર ટાળી શકી નથી. પણ મેચના પરિણામ કરતાં વધુ, શાકિબે બેટિંગ દરમિયાન શું કર્યું તે લોકો માટે ચર્ચાનો વિષય બન્યું હતું. આખરે શાકિબે શું કર્યું અને શા માટે તે અમ્પાયર પર ગુસ્સે થયો. ચાલો તમને જણાવીએ.
મેચમાં ફર્ચુન બરીશાલ પ્રથમ બેટિંગ કરી હતી. ઇનિંગની 16મી ઓવર ચાલી રહી હતી. સ્ટ્રાઈકર્સના ફાસ્ટ બોલર રેઝૂર રહેમાન બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે શાકિબ અલ હસન સ્ટ્રાઈક પર હતો. રેઝુરે તેની ઓવરનો ચોથો બોલ સ્લો બાઉન્સર ફેંક્યો હતો. શાકિબને લાગ્યું કે આ બોલ તેના માથા ઉપરથી ગયો છે. માટે તેને અપેક્ષા હતી કે તે વાઈડ અથવા નો બોલ આપવામાં આવશે પરંતુ અમ્પાયરે એવું ન વિચાર્યું અને તેને લીગલ બોલ ગણીને વાઈડ આપ્યો ન હતો.
" isDesktop="true" id="1315889" >
બસ, આ વાત પર શાકિબ ગુસ્સે થઈ ગયો અને લેગ અમ્પાયરને જોઈને જોરથી બૂમો પાડી. આ પછી, તે બેટ સાથે અમ્પાયર તરફ ગયો અને જોરથી બૂમો પાડી અને વાઈડ ન આપવાનું કારણ પૂછ્યું. પરંતુ, અમ્પાયર પોતાના આ નિર્ણયથી હટ્યા ન હતા. આ પછી શાકિબને પરત ફરવું પડ્યું હતું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર