Home /News /sport /T20 World Cup: પાકિસ્તાને કરી ચિટિંગ! બાંગ્લાદેશના કેપ્ટનને ખોટી રીતે આઉટ આપ્યો, જુઓ VIDEO

T20 World Cup: પાકિસ્તાને કરી ચિટિંગ! બાંગ્લાદેશના કેપ્ટનને ખોટી રીતે આઉટ આપ્યો, જુઓ VIDEO

બાંગલાદેશ સામે પાકિસ્તાને કરી ચિટિંગ

PAKvsBANG: ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને બાંગલાદેશની મેચમાં પાકિસ્તાને ચિટિંગ કરીને શાકિબ અલ હસનને ખોટી રીતે આઉટ આપ્યો હોવાના સમાચાર વાયરલ થયા હતા.

    T20 World Cup 2022: રવિવારે એડિલેડ ઓવલ મેદાનમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2022ની મેચમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના વિવાદને કારણે ભારે હોબાળો થયો છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને વિવાદાસ્પદ રીતે LBW લઈને આઉટ આપવામાં આવ્યો હતો, જે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થયો હતો.

    PAK vs BAN મેચમાં છેતરપિંડી

    આ મેચમાં પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાન ટીમની આ જીત બાદ તરત જ ટ્વિટર પર હેશટેગ ચીટર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને વિવાદાસ્પદ રીતે LBW આઉટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અમ્પાયર પર સવાલ ઉઠાવ્યા છે. ચાહકોએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.



    ટ્વિટર પર ટ્રેન્ડ થયો હેશટેગ ચીટર

    બાંગ્લાદેશની ઈનિંગની 11મી ઓવરમાં પાકિસ્તાનના સ્પિન બોલર શાદાબ ખાનનો એક બોલ બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનના જૂતામાં વાગ્યો હતો, જેને મેદાન પરના અમ્પાયરે તેને LBW આપી આઉટ કર્યો હતો. આ પછી શાકિબે ડીઆરએસ લીધું, ત્યારબાદ થર્ડ અમ્પાયરે ટીવી રિપ્લેમાં જોયું કે, બોલ બેટના કિનારાથી અથડાયો ન હતો અને બેટ જમીન પર અથડાવાના કારણે અલ્ટ્રા એજમાં સ્પાઇક દેખાઈ રહી હતી. જેના લીધે ઘણો હોબાળો થયો હતો. પાકિસ્તાની ક્રિકેટ ટીમ આ બાબતે શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી.

    આ પણ વાંચો: બાબર આઝમ છોડશે કેપ્ટન્સી, વર્લ્ડકપમાં પણ ખરાબ પ્ર્દર્શન, વસીમ અકરમે કર્યો મોટો ખુલાસો

    લોકોએ પાકિસ્તાની ટીમની કરી બેઇજ્જતી

    થર્ડ અમ્પાયર દ્વારા બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનને LBW આઉટ કર્યો અને તે શૂન્ય પર પાછો ફર્યો. આ પછી ટ્વિટર પર હેશટેગ ચીટર ટ્રેન્ડ થવા લાગ્યું. ઘણા દિગ્ગ્જઓ એ કહ્યું છે કે થર્ડ અમ્પાયરે શાકિબને ખોટો LBW આઉટ આપ્યો હતો, કારણ કે સ્પાઇક બેટના કિનારા પરથી બોલને અથડાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ પાકિસ્તાની ક્રિકેટ ટીમને ખૂબજ ટ્રોલ કરી અને ટ્વિટર પર ઘણા મીમ્સ વાયરલ થયા હતા. યુઝર્સ પણ પાકિસ્તાની ટીમને ચીટર કહેવા લાગ્યા હતા. ઘણા પ્રશંસકોએ આ નિર્ણય અને પાકિસ્તાનની આકરી ટીકા પણ કરી છે. તેમજ પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર મેચ ફિક્સિંગના આરોપો પણ લગાવવમાં આવી રહ્યા છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket t20 world cup, Pakistan cricket team, T20 worldcup 2022, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन