U20 વર્લ્ડ એથ્લેટિક્સ: શૈલી સિંહએ રચ્યો ઈતિહાસ, લાંબી કૂદમાં જીત્યો સિલ્વર મેડલ

તસવીર- @Media_SAI

Shaili Singh Silver: ભારતીય રમતવીર શૈલી સિંહે લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો. અંન્ડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય ખેલાડીએ આ ઈવેન્ટમાં મેડલ જીત્યો હોય.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય ખેલાડી શૈલી સિંહે (Shaili Singh) શાનદાર પ્રદર્શન કરીને અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (u20 championships nairobi) લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે. 6.59 મીટરના અંતર સાથે ફાઇનલમાં શૈલી બીજા સ્થાને રહી હતી. તેણી માત્ર 1 સેન્ટિમીટરથી સુવર્ણ ચૂકી ગઈ. નૈરોબીમાં વર્તમાન ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. સ્વીડનની 18 વર્ષની માજા અસ્કાગે ગ્રુપ A માં 6.60 મીટરના સમય સાથે ગોલ્ડ અને યુક્રેનની મારિયા હોરિલોવા (6.50 મીટર) એ બ્રોન્ઝ મેળવ્યો.

    મહિલા લાંબી કૂદની ફાઇનલમાં પ્રથમ અને બીજા પ્રયત્નમાં શેલીએ 6.34 મીટર કૂદકો લગાવ્યો હતો. આ પછી, ત્રીજા પ્રયાસમાં તેણે 6.59 મીટરની છલાંગ લગાવી. તેમ છતાં તેના ચોથા અને પાંચમા પ્રયત્નો ફાઉલ હતા, તેણે છેલ્લા પ્રયાસમાં 6.37 મીટરનું અંતર કાપ્યું હતું.

    મહત્વનું છે કે, શૈલીએ જૂનમાં 6.48 મીટરની છલાંગ સાથે રાષ્ટ્રીય (વરિષ્ઠ) આંતર-રાજ્ય ચેમ્પિયનશિપ જીતી હતી. ઝાંસીમાં જન્મેલી શૈલીનો ઉછેર તેની માતાએ કર્યો હતો. તેની માતા કપડાં સીવીને ગુજરાન ચલાવે છે. શેલી હાલમાં બેંગ્લોરમાં પ્રખ્યાત લાંબી કૂદ રમતવીર અંજુ બોબી જ્યોર્જની એકેડેમીમાં તાલીમ લે છે. અંજુનો પતિ બોબી જ્યોર્જ તેના કોચ છે.

    આ પણ વાંચો: ભારતના આ દિગ્ગજ ફૂટબોલરનું થયું નિધન, રોમ ઓલિમ્પિકમાં હતા ટીમનો ભાગ

    આ પહેલા શનિવારે ભારતના અમિત ખત્રીએ વર્લ્ડ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરૂષોની 10 કિમી રેસ વોકમાં ઇતિહાસ રચ્યો હતો. તેણે 42.17.94 મિનિટના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. 17 વર્ષના અમિતના આ મેડલના થોડા દિવસો પહેલા ભારતની 4x400 મીટર મિક્સ્ડ રિલે ટીમે બ્રોન્ઝ જીત્યો હતો.

    U20 વર્લ્ડ એથ્લેટિક્સના ઇતિહાસમાં સીમા એન્ટિલ (ડિસ્ક થ્રોમાં કાંસ્ય, 2002), નવજીત કૌર ઢિલ્લોન (ડિસ્ક થ્રોમાં કાંસ્ય, 2014), ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (બરછી ફેંક, 2016માં ગોલ્ડ) અને હિમા દાસ (400 મીટર) . ગોલ્ડ, 2018) મેડલ જીત્યા છે.
    Published by:kuldipsinh barot
    First published: