અજાણ્યા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ, મેળવી આ ખાસ સિદ્ધિ

News18 Gujarati
Updated: May 8, 2019, 3:37 PM IST
અજાણ્યા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ, મેળવી આ ખાસ સિદ્ધિ
અજાણ્યા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ, મેળવી આ ખાસ સિદ્ધિ

વેસ્ટ ઇન્ડીઝના ઓપનર બેટ્સમેન શાઇ હોપે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર બેટ્સમેન શાઇ હોપે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટ્રાઇસિરીઝમાં બાંગ્લાદેશ સામે હોપે ઓપનિંગમાં 109 રનની ઇનિંગ્સ રમીને સતત ચોથી સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં ઓપનિંગમાં આવી સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ મેચ પહેલા તેણે આયરલેન્ડ સામે 170 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય ગત વર્ષે 2018માં બાંગ્લાદેશ સામે ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં અંતિમ બે મેચમાં સદી ફટકારી હતી.

શાઇ હોપ ઓપનર તરીકે ફક્ત 6 મેચ રમ્યો છે. જેમાં તેણે 164.25ની એવરેજથી 657 રન બનાવ્યા છે. શરુઆતની બે મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી. આ પછી ચાર મેચમાં સદી ફટકારી હતી. આયરલેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ટ્રાઇ સિરીઝની પ્રથમ મેચમાં પણ રેકોર્ડ તોડ બેટિંગ કરતા જોન કેમ્પબેલ (179) સાથે 365 રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો - કેમ્પબેલ અને શાઇ હોપે વન-ડેમાં 365 રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમના બે બેટ્સમેનોએ 150થી વધારે રનની ઇનિંગ્સ રમી હતી.કેમ્પબેલે 179 રનની અને હોપે 170 રનની ઇનિંગ્સ રમી હતી
First published: May 8, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading