શાહિદ આફ્રિદી તંબાકુ ખાતા કેમેરામાં કેદ થયો, Video વાયરલ

શાહિદ આફ્રિદી તંબાકુ ખાતા કેમેરામાં કેદ થયો

આફ્રિદીની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પછી સોશિયલ મીડિયામાં પ્રશંસકો તેની મજાક ઉડાવી રહ્યા છે

 • Share this:
  દુનિયાના સૌથી આક્રમક ઓલરાઉન્ડરમાંથી એક અને પાકિસ્તાનના પૂર્વ સુકાની શાહિદ આફ્રિદીના લાખો પ્રશંસકો છે. ઘણા બાળકો તેને પોતાનો આઈડલ માને છે. જોકે આ ખેલાડીની એક ખરાબ હરકતના કારણે તે ચર્ચામાં આવી ગયો છે. આ ઘટનાએ આફ્રિદી અને તેના પ્રશંસકોને શરમજનક સ્થિતિમાં મુકી દીધા છે. શાહિદ આફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તંબાકુ ખાતો જોવા મળે છે.

  શાહિદ આફ્રિદીની શરમજનક હરકત
  પાકિસ્તાનમાં 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસ મનાવવામાં આવે છે. આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આફ્રિદી પણ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આફ્રિદી તંબાકુ કાઢીને પોતાના મોઢામાં રાખતો જોવા મળે છે. આફ્રિદીની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પછી સોશિયલ મીડિયામાં પ્રશંસકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

  વિવાદથી છે જુનો સંબંધ
  શાહિદ આફ્રિદી વિવાદોમાં રહ્યો હોય તેવો પ્રથમ બનાવ નથી. આફ્રિદી પોતાની કારકિર્દીની શરૂઆતમાં સેક્સ સ્કેન્ડલમાં પણ ફસાઈ ચૂક્યો છે. આ સિવાય તે બોલ ટેમ્પરિંગ કરતો પણ કેમેરામાં ઝડપાઈ ગયો હતો. મેદાનમાં તે ઘણા ખેલાડી સાથે ઝઘડી ચૂક્યો છે. આફ્રિદીએ ભારત સામે કરેલા નિવેદનનો કારણે પણ વિવાદમાં રહ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: