આફ્રિદીએ ઘરમાં પાળી રાખ્યો છે સિંહ? પુત્રી સાથેની તસવીર જાહેર કરી

 • Share this:
  પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની ક્રિકેટ વર્લ્ડમાં શાનદાર લોકપ્રિયતા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણો બધો સક્રિય રહે છે. જોકે, સોશિયલ મીડિયા પર તેમની પુત્રી પણ ઘણીવાર નજરે પડે છે. આફ્રિદીને ચાર પુત્રીઓ છે, જેમનું નામ અક્સા, અજવા, અંશા અને અસમારા છે.

  હાલમાં જ આફ્રિદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની પુત્રી સાથે તસવરી કરી છે, જેની હાલમાં ખુબ જ ચર્ચા થઈ રહી છે.


  તેમને લખ્યું, પ્રિયજનો સાથે સમય વિતાવવા ખુબ જ સારો રહે છે. જ્યારે મારા વિકેટના જશ્નની નકલ મારી પુત્રી દ્વારા કરવામાં આવે ત્યારે દુનિયાનો તે સૌથી સારો અહેસાસ છે અને હા, જાનવરોની સારસંભાળ લેવાનું ભૂલતા નહી, તે આપણા પ્રેમ અને સારસંભારના લાયક છે. આ તસવીરમાં આફ્રિદીની દિકરીની પાછળ એક સિંહ નજરે પડી રહ્યો છે. આ તસવીર એક ઘરની છે. એક તસવીરમાં ખુદ આફ્રિદી હરણના બચ્ચાને દૂધ પિવડાવી રહ્યો છે.


  એવામાં ટ્વિટર પર કેટલાક યૂઝર્સે પ્રશ્ન ઉઠાવ્યા છે કે, શું સાચે જ શાહિદે સિંહને ઘરમાં પાળી રાખ્યો છે? શાહિદ આફ્રિદીએ આ ટ્વિટ બાદ તેના પર ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે.


  બનોજ્યોત્સનાએ લખ્યું, ઓહ માઈ ગોડ.. શું આ પાલતુ સિંહ છે? કેટલો પ્રેમાળ છે. આનું નામ શું છે? તમારા પાલતુ જાનવર હરણ અને શેર છે? અદભૂત

  જોકે, કેટલાક લોકોએ સિંહ જેવા જંગલી જાનવરને પાલતુ બનાવવા પર પ્રશ્ન ઉઠાવ્યા. આફિયા સલામે કહ્યું, આ જંગલી જાનવર અપ્રાકૃતિક પરિવેશમાં કેવી રીતે આવ્યો? શું આ કાનૂની છે?

  Published by:Mujahid Tunvar
  First published: