કાલિસની આક્રમક બેટિંગ, આફ્રિદી રોયલ્સે જીતી આઈસ ટૂર્નામેન્ટ

News18 Gujarati
Updated: February 10, 2018, 7:46 PM IST
કાલિસની આક્રમક બેટિંગ, આફ્રિદી રોયલ્સે જીતી આઈસ ટૂર્નામેન્ટ

  • Share this:
સેન્ટ મોરિત્ઝ: સ્વિત્ઝરલેન્ડમાં રમાયેલ આઇસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાહિદ આફ્રિદીની ટીમ ‘આફ્રિદી રોયલ્સે 2-0થી આઇસ ક્રિકેટ ટૂર્નામેન્ટને જીતી લીધી છે. વિરેન્દ્ર સેહવાગની કેપ્ટન્સીવાળી ટીમ સેહવાગ ડાયમંડ્સે આફ્રિદી રોયલ્સને બીજા મુકાબલામાં પણ હરાવ્યું હતું

બીજી મેચ પણ હારી સેહવાગની ટીમ

બીજી મેચમાં સેહવાગ ડાયમંડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા અને આફ્રિદી રોયલ્સને 206 રનનો પડકાર આપ્યો હતો. સાયમંડ્સે આક્રમક રમત રમતા 42 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ સીવાય મોહમ્મદ કૈફે 30 બોલમાં 57 રન બનાવ્યા હતા. જ્યારે વિરેન્દ્ર સેહવાગે 22 બોલમાં 46 રન બનાવ્યા હતા.આફ્રિદી રોયલ્સ તરફથી અબ્દુલ રઝાકે 3 વિકેટ ઝડપી હતી જ્યારે ગ્રાંટ ઇલિયટ અને ડેનિયલ વિટ્ટોરીએ 1-1 વિકેટ ઝડપી હતી.206 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી આફ્રિદી રોયલ્સે 16.4 ઓવરમાં જ આ પડકારને મેળવી લીધો હતો. આફ્રિદી રોયલ્સ તરફથી જેક્સ કાલિસે 37 બોલમાં 90 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સીવાય ગ્રીમ સ્મિથે 36 બોલમાં 58 રન બનાવ્યા હતા જ્યારે ઓવેશ શાહે 21 બોલમાં 43 રન બનાવ્યા હતા. સેહવાગ ડાયમંડ્સ તરફથી ઝહિર ખાન અને રમેશ પવારે 1-1 વિકેટ ઝડપી હતી. જેક્સ કાલિસને તેની મેચ વિનિંગ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે ઓવેશ શાહને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
First published: February 10, 2018, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading