હજુ એમએસ ધોની જેટલો બેસ્ટ સુકાની નથી વિરાટ કોહલી: આફ્રિદી

કોહલી મારો ફેવરિટ બેટ્સમેન છે. જોકે વાત કેપ્ટનશિપની આવે તો હજુ તેણે સીનિયર ખેલાડી અને પૂર્વ સુકાની ધોની પાસેથી ઘણું શીખવાની જરુર - આફ્રિદી

કોહલી મારો ફેવરિટ બેટ્સમેન છે. જોકે વાત કેપ્ટનશિપની આવે તો હજુ તેણે સીનિયર ખેલાડી અને પૂર્વ સુકાની ધોની પાસેથી ઘણું શીખવાની જરુર - આફ્રિદી

 • Share this:
  વિરાટ કોહલી પોતાની બેટિંગને લઈને ઘણો લોકપ્રિય છે પણ તેની કેપ્ટનશિપને લઈને હંમેશા સવાલો ઉઠે છે. ઘણી વખત ટીમના સિલેક્શન અને મેદાન ઉપર કરવામાં આવેલા નિર્ણયને લઈને તેની ટિકા થાય છે. પાકિસ્તાનનો પૂર્વ સુકાની શાહિદ આફ્રિદી પણ વિરાટ કરતા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપને બેસ્ટ ગણાવે છે. કોહલીએ કેપ્ટન તરીકે હજુ સુધારો કરવાની જરુર છે. કોહલી ધોની જેટલો બેસ્ટ નથી.

  આફ્રિદીએ જણાવ્યું હતું કે હાલના ક્રિકેટમા વિરાટ કોહલી મારો ફેવરિટ બેટ્સમેન છે. જોકે વાત કેપ્ટનશિપની આવે તો હજુ તેણે સીનિયર ખેલાડી અને પૂર્વ સુકાની એમએસ ધોની પાસેથી ઘણું શીખવાની જરુર છે. કારણ કે મારી નજરમાં ધોની હજુ પણ બેસ્ટ કેપ્ટન છે.

  ટીમ ઇન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમ 3 ટી-20, 4 ટેસ્ટ અને 3 વન-ડે રમવાનું છે.

  આ પણ વાંચો - ધોનીનો સાત વર્ષે ખુલાસો, વર્લ્ડ કપની ફાઇનલમાં યુવી કરતા કેમ પહેલા બેટિંગમાં આવ્યો

  ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર આફ્રિદીએ કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર જીતવા માંગે છે તો બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાની પિચો પહેલા જેવી ઉછાળ ભરી રહી નથી. હવે પહેલાની સરખામણીએ રન બનાવવા આસાન છે. તેથી જો ભારતીય ટીમ ત્યાં જઈને સારી બેટિંગ કરશે તો નિશ્ચિતપણે ઓસ્ટ્રેલિયાને તેને ઘરમાં હરાવશે.

  1947થી લઈને અત્યાર સુધી ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી માટે 11 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે પણ હજુ ટીમ એકપણ વખત ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.
  Published by:Ashish Goyal
  First published: