Home /News /sport /ICC ભારતને સેમી ફાઇનલમાં પહોંચાડવા માગે છે...આફ્રિદીના દાવા પર BCCI પ્રમુખે આપ્યો જોરદાર જવાબ

ICC ભારતને સેમી ફાઇનલમાં પહોંચાડવા માગે છે...આફ્રિદીના દાવા પર BCCI પ્રમુખે આપ્યો જોરદાર જવાબ

શાહિદ આફ્રિદીનાં આક્ષેપો પર રોજર બિન્નીનો જવાબ

IND vs BAN Controversy: ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન કેટલાક વિવાદો સામે આવ્યા હતા. વિરાટ કોહલીના ફેક થ્રો પર પગલાં ન લેવા, વિરાટના કહેવા પર અમ્પાયર દ્વારા વાઈડ આપવા અને મેદાન ભીનું હોવા છતાં મેચ વહેલી શરૂ કરવા જેવા નિર્ણયો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. 

વધુ જુઓ ...
    Shahid Afridi On ICC: ભારત અને બાંગલાદેશ વચ્ચેની મેચ બાદ  શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે ICC પર દબાણ હોય છે. તેણે કહ્યું હતું કે ICC નો ભારત તરફ ઝુકાવ છે. આ ટિપ્પણી પર  BCCI પ્રમુખ રોજર બિન્નીએ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના નિવેદનને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છેરોજર બિન્નીએ કહ્યું છે કે આ ખોટું છે, ICC ઈવેન્ટ્સમાં તમામ ટીમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે.

    ICC ની ભૂમિકા પર ઉઠ્યા હતા સવાલ 

    T20 વર્લ્ડ કપ 2022માં બુધવારે રાત્રે રમાયેલી ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન કેટલાક વિવાદો સામે આવ્યા હતા. વિરાટ કોહલીના ફેક થ્રો પર પગલાં ન લેવા, વિરાટના કહેવા પર અમ્પાયર દ્વારા વાઈડ આપવા અને મેદાન ભીનું હોવા છતાં મેચ વહેલી શરૂ કરવા જેવા નિર્ણયો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આ ઘટનાઓના આધારે કહ્યું હતું કે ICCનો ઝુકાવ ભારત તરફ છે અને તે કોઈપણ રીતે ભારતીય ટીમને સેમીફાઈનલમાં લઈ જવા ઈચ્છે છે.

    આટલું જ નહીં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, 'તમે મેદાન જોયું, તે ભીનું હતું. પરંતુ મને લાગે છે કે આઈસીસીનો ઝુકાવ કોઈપણ રીતે ભારતને સેમીફાઈનલમાં લઈ જવાનો છે. તેમણે કહ્યું હતું કે આવો જ એકતરફો વ્યવહાર પાકિસ્તાન સાથેની મેચમાં પણ રહ્યો હતો. આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ અમ્પાયરનો એવોર્ડ પણ તેમને જ મળવો જોઈએ.



    તેણે કહ્યું હતું કે જોરદાર વરસાદ પાડવા છતા મેચ શરૂ કરવામાં આવી કારણ કે ભારત રમે એવી ઈચ્છા હતી.

    આ પણ વાંચો: કોર્ટના પગથિયાં ચડ્યો મહેન્દ્રસિંહ ધોની, IPS અધિકારી છે કેસમાં સામેલ, જાણો શું છે સમગ્ર મામલો

    BCCI પ્રમુખે શું કહ્યું?
    આફ્રિદીના આ નિવેદન પર જ્યારે રોજર બિન્નીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, 'આ સાવ ખોટું છે. હું નથી માનતો કે ICC ભારતનો પક્ષ લે છે. ક્રિકેટમાં દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. એવું કોઈ કહી શકે નહીં. અમને અન્ય ટીમોથી અલગ શું મળે છે? ભારત ક્રિકેટની દુનિયામાં મોટો દેશ છે પરંતુ અમારી સાથે સમાન વ્યવહાર જ કરવામાં આવે છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Icc world t20, IND Vs BAN, Shahid Afiridi, T20 worldcup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन