પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે તેને 2010ના સ્પોટ ફિક્સિંગ કાંડ વિશે જાણકારી હતી. આફ્રિદીએ પોતાની બુક ‘ગેમ ચેન્જર’માં લખ્યું છે કે સાથી ખેલાડીઓ અને સટોડિયા વચ્ચે મોકલાવેલ મેસેજ વિશે તેને ખબર પડી ગઈ હતી. જોકે તત્કાલિન કોચ વકાર યૂનુસે સાબિત આપી હોવા છતા કાર્યવાહી કરી ન હતી. આફ્રિદીનો દાવો છે કે તેણે સાથી ક્રિકેટરોની શંકાસ્પદ ગતિવિધીઓની જાણકારી ટીમ મેનેજરને પણ આપી હતી. આ જ કારણોસર તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
સ્પોટ ફિક્સિંગનો મામલો ઓગસ્ટ 2010માં પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી તે સમયે બહાર આવ્યો હતો. સ્પોટ ફિક્સિંગના કારણે તત્કાલિન કેપ્ટન સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર ઉપર આઈસીસીએ પ્રતિબંધ લગાવી દીધો હતો.
આફ્રિદીએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના એક સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસા પહેલા તેને સટોડિયા મઝહર મજીદ અને કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે થયેલા એસએમએસની જાણ થઈ હતી. આ આગળ જાણ કરી હતી પણ તેમણે કોઈ પગલાં ભર્યા ન હતા. કદાચ મેનેજમેન્ટ પરિણામોથી ડરી ગયું હતું. આ ખેલાડી તેમના ફેવરિટ અને ભાવી કેપ્ટન હતા.
આફ્રિદીના મતે તે જૂન 2010માં એશિયા કપ માટે શ્રીલંકામાં હતો ત્યારે તેને મજીદ અને બટ્ટના એજન્ટ અને મેનેજરના એસએમએસ મળ્યા હતા. મજીદ તે સમયે પોતાના પરિવાર સાથે શ્રીલંકામાં હતો. આ દરમિયાન તેના નાના પુત્રએ તેનો મોબાઈલ પાણીમાં પાડી દીધો હતો. જ્યારે મજીદ ઇંગ્લેન્ડ ગયો તો તે ફોન ઠીક કરવા માટે એક દુકાને ગયો હતો. એ સંયોગની વાત હતી કે દુકાનદાર મારા મિત્રનો મિત્ર હતો. ફોન ઠીક કરતા સમયે દુકાનદારે મજીદના મેસેજ જોયા હતા. તેણે મારા મિત્રને બતાવ્યા હતા અને મિત્ર દ્વારા મને ખબર પડી હતી. મને શ્રીલંકામાં તે એસએમએસ મળ્યા તો મેં વકારને બતાવ્યા હતા. તેણે મામલો આગળ વધાર્યો ન હતો. અમને લાગ્યું કે એ તેટલું ખરાબ નથી જેટલું પછી બહાર આવ્યું હતું. અમને લાગ્યું કે આ તેમની અંદરો અંદરની વાતચીત છે પણ આ મેસેજ કોઈ મોટા કાંડનો ભાગ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર