Home /News /sport /SHAHEEN AFRIDI WEDDING: શાહિન આફ્રિદીએ શાહિદ આફ્રિદીની દીકરી સાથે કર્યા લગ્ન, ગળગળો થઈ ગયો પાક. ક્રિકેટર

SHAHEEN AFRIDI WEDDING: શાહિન આફ્રિદીએ શાહિદ આફ્રિદીની દીકરી સાથે કર્યા લગ્ન, ગળગળો થઈ ગયો પાક. ક્રિકેટર

pakistan cricket

SHAHEEN AFRIDI SHAHID AFRIDI WEDDING: આફ્રિદીએ ટ્વિટર પર એક ભાવુક પોસ્ટ શેર કરતાં પોતાની પુત્રીને બગીચાનું સૌથી સુંદર ફૂલ ગણાવતાં કહ્યું હતું કે, પુત્રી ખૂબ જ આશીર્વાદ સાથે ખીલે છે.

પાકિસ્તાનના જાણીતા સ્પીડસ્ટર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi Marriage)એ શુક્રવારે શાહિદ આફ્રિદી (Shahid Afridi)ની બીજી મોટી પુત્રી અંશા આફ્રિદી (Ansha Afridi) સાથે નિકાહ કર્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ આતુરતાથી આ ઇવેન્ટની તસવીરો (Viral Photos)ની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શાહિદ આફ્રિદીએ તેની પુત્રીના લગ્નના દિવસની પહેલી તસવીર શેર (Shaheen-Ansha Marriage Photos) કરી હતી. જેમાં અંશા અને જમાઈ શાહીન શાહ આફ્રિદી જોવા મળી રહ્યા છે.

ટ્વિટર પર શેર કરી ભાવુક પોસ્ટ

આફ્રિદીએ ટ્વિટર પર એક ભાવુક પોસ્ટ શેર કરતાં પોતાની પુત્રીને બગીચાનું સૌથી સુંદર ફૂલ ગણાવતાં કહ્યું હતું કે, તે (પુત્રી) ખૂબ જ આશીર્વાદ સાથે ખીલે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દિકરી સાથે તમે હસો છો, જેની સાથે તમે સપના જુઓ છો અને દિલથી પ્રેમ કરો છો.

આફ્રિદીએ પહેલી વખત આ દંપતીને દર્શાવતી બે તસવીરો શેર કરીને લખ્યું હતું કે, " માતા-પિતા તરીકે, મેં નિકાહમાં મારી પુત્રીને શાહીન શાહ આફ્રિદીને આપી હતી. તે બંનેને ખૂબ ખૂબ અભિનંદન."

એક તસવીરમાં આફ્રિદી પ્રેમ અને આદર સાથે પત્નીના કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં બાબર આઝમ સહિત ક્રિકેટરોનું એક ગ્રુપ લગ્નના કાર્યક્રમમાં પોઝ આપી રહ્યું છે. ઓનલાઇન શેર કરેલી અન્ય એક તસવીરમાં દંપતી લગ્ન સમારોહમાં આવેલા મહેમાનો સાથે પોઝ આપતા એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે

આ પણ વાંચો: HARDIK PANDYA: આજ સુધી ક્યારેય સીરિઝ નથી હાર્યો કેપ્ટન હાર્દિક પંડ્યા, મેન ઓફ ધ સીરિઝ બન્યો, ટીમે પણ તોડ્યા રેકોર્ડ

આગની જેમ વાયરલ થઇ પોસ્ટ

આ પોસ્ટને ટૂંક સમયમાં હજારો વ્યૂઝ મળી ગયા હતા, કારણ કે સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ આતુરતાથી લગ્નની રાહ જોઈ રહ્યા હતા. પ્રાઇવસીના કારણે મોટાભાગની ઇવેન્ટ ગુપ્ત રહી હતી.

" isDesktop="true" id="1332715" >

ફેન્સે કરી શુભકામનાઓની વર્ષા

22 વર્ષનો આ ક્રિકેટર હવે લેજન્ડરી ક્રિકેટર અને પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન - શાહિદ આફ્રિદીનો જમાઈ બની ગયો છે. અંશા આફ્રિદી સાથે લગ્ન કરીને ક્રિકેટ જગતનું આ સ્ટાર કપલ તેમના કરોડો ચાહકો તરફથી અભિનંદનના સંદેશા મેળવી રહ્યું છે. આફ્રિદીના ઘણા સાથી ખેલાડીઓ સાથે સ્ટાર્સથી ભરેલા આ લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. કરાચીમાં યોજાયેલી નિકાહની રસમ એક ફેરીટેલ જેવી દેખાઇ રહી હતી. શાહીન તેના લગ્નના સમાચાર જંગલની આગની જેમ ફેલાયા બાદ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. તેના ઘણા ચાહકો સોશિયલ મીડિયા પર ખુશ દંપતીને શુભેચ્છાઓ અને આશીર્વાદ મોકલી રહ્યા છે.
First published:

Tags: Pakistan cricket team, Shaheen Afridi, Shahid afridi

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો